ભરૂચ : હાંસોટમાં એક જ પરિવારના 5 સભ્યોને કોંગ્રેસે આપી ટીકીટ, ભાજપના મંત્રી ઇશ્વરસિંહ પટેલના ભાઈનો પરિવાર કોંગ્રેસમાંથી લડી રહ્યો છે ચૂંટણી

Spread the love

ભરૂચ જિલ્લામાં આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ખાસ કરીને હાંસોટ અને ખરચ વિસ્તારની બેઠકો પર એક જ પરિવારના 5 સભ્યોને કોંગ્રેસે ટિકિટ આપતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના ભાઈના પરિવારના સભ્યો કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. હાંસોટ જિલ્લા પંચાયત બેઠક પરથી તેમના ભાઈ વલ્લભ પટેલે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ખરચ બેઠક પરથી તેમના ભત્રીજાની વહુ ફોરમ ધવલસિંહ પટેલે પણ ફોર્મ ભર્યું છે.ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માંથી ઇશ્વરસિંહ પટેલ અને કોંગ્રેસમાંથી વલ્લભ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.કોંગ્રેસ દ્વારા એક જ પરિવારના કુલ 5 સભ્યોને ટિકિટ આપવામાં આવી છે, જેમાં પતિ-પત્ની, પુત્ર-પુત્રવધુ અને દીકરીનો સમાવેશ થાય છે.

હાંસોટ જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 8 બેઠકો પર આ પરિવાર ચૂંટણી લડી રહ્યો છે.

 

વલ્લભ પટેલના પરિવારને મળેલ ટીકીટ

 

હાંસોટ જિલ્લા પંચાયત- કતપોર તાલુકા પંચાયત: વિજયસિંહ ઉર્ફે વલ્લભદાસ પટેલ

 

ખરચ જિલ્લા પંચાયત: ફોરમ ધનરાજ પટેલ

 

ઓભા અને સુણેવ ખુર્દ: મધુબેન વિજયભાઈ પટેલ

 

સુણેવકલ્લા અને દિગસ: જાનકી વલ્લભ પટેલ

 

વાલનેર: ધનરાજ વલ્લભ પટેલ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *