GCCI દ્વારા ૧૬થી૧૮ એપ્રિલ GATE 2026 હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાશે : વિઝન ૨૦૪૭ના લક્ષ્યાંકો સાથે ગુજરાતના વ્યાપારી લેન્ડસ્કેપનું વૈશ્વિકીકરણ

Spread the love

GATE 2026 નું ભવ્ય ઉદ્ધાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુરુવાર, ૧૬ એંપ્રિલ, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતા જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે

અમદાવાદ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026 (ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો)નું ભવ્ય પ્રદર્શન ૧૬ થી ૧૮ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન સવારે ૧૦:૦૦ વાગ્યાથી હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાશે.
GATE 2026 નું ભવ્ય ઉદ્ધાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુરુવાર, ૧૬ એંપ્રિલ, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતા જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.

આ વર્ષે ગેટ ૨૦૨૬ માં આટોમોબાઇલ , મોબિલિટી,હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, ડિજિટલના એ.આઈ ,રિયલ એસ્ટેટ લોજિસ્ટિક્સ,એમએસએમઈ, ટુરિઝમ,સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરો ભાગ લેશે. GATE ૨૦૨૬ માં કુલ ભારતના નવ રાજ્યોમાંથી અલગ અલગ બિજનેઝ સેક્ટરો ભાગ લેવાના છે.ગયા વર્ષે આ ઈવેન્ટ ૬૦૦૦ ચોરસ મીટર માં જ્યારે આ વર્ષે ૧૫૦૦૦ ચોરસ મીટર માં આ ઈવેન્ટ યોજાશે.નિર્ણય લેનારાઓ, રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ પોતાની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ તક પ્રદર્શકો માટે,આધુનિક ટેકનોલોજી અને નવા વ્યાપારી નેટવર્કિંગ શોધવાની તક મુલાકાતીઓ માટે અને GCCI ના પ્લેટફોર્મ દ્વારા બ્રાન્ડ વિઝિબિલિટી અને નેતૃત્વ સ્થાપિત કરવાની તક સ્પોન્સર્સ માટે છે. GATE 2025 ઇવેન્ટમાં ૨૫૦ થી વધુ જ્યારે ૨૦૨૬ માં ૪૫૦ થી વધારે પ્રદર્શકો અને GATE 2025 માં ૧૬,૦૦૦ થી વધુ ઉચ્ચ સ્તરીય બિઝનેસ મુલાકાતીઓ સહભાગી થયા હતા.

ગયા વર્ષનું એડિશન MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થયું હતું, જેના દ્વારા અનેક B2B જોડાણો અને નવીન સંશોધનો પ્રદર્શિત થયા હતા. GATE 2026 તે જ પરંપરાને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે સજ્જ છે.
“ગુજરાતનું વિઝન – વૈશ્વિક મહત્વકાંક્ષાની થીમ પર આધારિત GATE 2026 વ્યૂહાત્મક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિઝન ૨૦૪૭” ને સમર્થન આપવા માટે તૈયાર કરાયું છે. આ રોડમેપ ભારતની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ એક્સ્પો ગુજરાતને ટકાઉક્ષમતા,નવીનતા અને આર્થિક સ્થિતિસ્થાપકતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ ની સલાહ મુજબ આ વર્ષે જીસીસીઆઇ દ્વારા પણ ૨૦૪૭સુધીનો ધંધાકીય વેગ આપવા માટેનો રોડમેપ તૈયાર કરશે.GATE 2026 અંતર્ગત વૈશ્વિક ઉદ્યોગ જગતના ભવિષ્ય પર કેન્દ્રિત શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય સત્રો યોજાશે.
CEO પાવર પેનલ એ વૈશ્વિક સ્તરના વિશાળ સાહસોનું નિર્માણ કરશે.સેમિકોન પેનલ ચર્ચામાં વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રની તકો અને પડકારો થશે.AI અને ડીપ ટેક પ્રોડક્ટ્સમાં રોકાણ અને ભારતના ટેક ક્ષેત્રનું ભવિષ્ય નક્કી થશે.રમતગમતના ક્ષેત્રમાં ઉભરતી વ્યાપારી તકો ઊભી થશે.ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે લાઈવ ફંડિંગ સેશન્સ એટલે કે સ્ટાર્ટઅપ પિચિંગ યોજાશે.
વધુમાં, જાણીતી હસ્તીઓ સાથે વિશેષ ‘ફાયરસાઈડ ચેટ્સ’ પણ યોજાશે.મુખ્ય વક્તવ્ય તરીકે શૂન્ય સે શિખર તક’ – સંજય ઘોડાવત ગ્રુપના ચેરમેન સંજય ઘોડાવત દ્વારા નેતૃત્વ પર માર્ગદર્શન થશે.
૧૭ એપ્રિલ ના રોજ સુપ્રસિદ્ધ અભિનેત્રી અને લેખિકા કુ. સોનાલી બેન્દ્રે સાથે સંવાદ થશે .૧૮ એપ્રિલ નારોજ જાણીતા અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર રાકેશ બેદી દ્વારા કલા અને પ્રોત્સાહન અંગે માર્ગદર્શન થશે.

વ્યાપક ટ્રેડ પ્લેટફોર્મ: ૧૩ મુખ્ય ઔધોગિક ક્ષેત્રો

૧. ઓટોમોબાઈલ અને મોબિલિટી

૨. બેન્કિંગ, ફાયનાન્શિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ (BFSI)

૩. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને IT

૪. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ

૫. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ

૬. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ

૭. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન

૮. MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)

૯. રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક

૧૦. સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેશન

૧૧. ટૂરિઝમ અને હોસ્પિટાલિટી

૧૨. મહિલા ઉદ્યોગસાહસિકતા

૧૩. ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *