
સામાન્ય રીતે પરિચિતો કે પડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે. જેથી તેમને કોઈ શંકા ગઈ ન હતી.
ગોરધનભાઇ, તેમના પત્ની અને પુત્રવધુએ આ લાડુ ખાધા હતા. જેના થોડા સમયમાં ત્રણેયની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઝેરની અસર ગોરધનભાઇ પર સૌથી વધુ જોવા મળી હતી. હાલમાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તબીબોને ગંભીર અસર જોતા શંકા ગઈ હતી. પ્રસાદના નમૂનાની તપાસ કરતા લાડુમાં અનાજમાં નાખવામાં આવતી ગોળીઓ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસે તપાસ હાથ ધરી છે. શાલીગ્રામ હાઇટ્સના સીસીટીવી ફૂટેજમાં પાંચ વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ દેખાઈ હતી. જેની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તા. 10મીના રોજ બપોરના સમયે જ્યારે ગોરધનભાઇ પોતાના ઘરે આવ્યા ત્યારે તેમણે ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર એક થેલી લટકતી જોઈ હતી. આ થેલીમાં બુંદીના લાડુ હતા. સામાન્ય રીતે પરિચિતો કે પડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે તેથી ગોરધનભાઇને કોઈ શંકા ગઈ ન હતી. તેઓ આ પ્રસાદ ઘરે લઈ ગયા હતા. પરિવારના સભ્યો વચ્ચે આ પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ગોરધનભાઇ પોતે, તેમના પત્ની અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા હતા. જોકે, લાડુ ખાધાના થોડા જ સમયમાં ત્રણેય સભ્યોની તબિયત એકાએક લથડી હતી. ડોક્ટરોએ પ્રસાદીના લાડુની તપાસ કરતા તેમાંથી ઝેરની ગોળીઓ મળી આવી હતી. આ પુરાવાએ સ્પષ્ટ કરી દીધું હતું કે આ કોઈ અકસ્માત કે ફૂડ પોઈઝનિંગનો કિસ્સો નથી, પરંતુ જાણી જોઈને કરવામાં આવેલી હત્યાની કોશિશ છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટનાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસ તાત્કાલિક શાલીગ્રામ હાઇટ્સના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. પોલીસને સીસીટીવી ફૂટેજમાં પાંચ જેટલી વ્યક્તિઓ એવી જણાઈ રહી છે જેમની હિલચાલ શંકાસ્પદ છે. પોલીસ આ પાંચેય વ્યક્તિઓની ઓળખ કરી તેમની કડક પૂછપરછ કરી હતી.