દાનિશ, શાહરૂખ અને રઝા, TCS કાંડના આ ‘માસ્ટરમાઇન્ડ’ કોણ છે? ટીમ લીડર યુવતીઓને કેવી રીતે બનાવતા ‘શિકાર’?

Spread the love
TCS harassment: મહારાષ્ટ્રમાં નાસિકના TCS BPO (TCS BPO) કેમ્પસ સાથે જોડાયેલા કથિત ધર્મ પરિવર્તન અને યૌન ઉત્પીડનના મામલાની તપાસમાં જાણવા મળ્યું છે કે, તમામ આરોપીઓમાંથી 7 યુવકો એક સંગઠિત ગેંગની જેમ મહિલા કર્મચારીઓને નિશાન બનાવતા હતા. તેમનો ટાર્ગેટ માત્ર એટલો જ હતો કે મહિલા કર્મચારીને નિશાન બનાવવી, તેમને ફસાવવી, શારીરિક શોષણ કરવું અને તેમનો ધર્મ બદલાવવો.

પોલીસે આ આરોપો સંબંધિત 9 કેસ નોંધ્યા છે. 7 યુવકો અને 1 મહિલાની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે એક મહિલા આરોપી નિદા ખાન હજુ ફરાર છે. નાસિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે બુધવારે બે મહિલા આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ઓપરેશનલ હેડ અને HR હેડે કથિત રીતે એક પીડિતાને ફરિયાદ નોંધાવતા રોકી હતી અને કહ્યું હતું કે ‘આવું બધું તો થતું રહે છે’. તેમણે આરોપીઓનો પક્ષ પણ લીધો હતો.

 

HR હેડ નિદા ખાન હજુ પણ ફરાર

 

નાસિક કોર્ટે બુધવારે ધરપકડ કરાયેલી મહિલા ઓપરેશન મેનેજરને 28 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી છે, જ્યારે HR હેડ નિદા ખાન હજુ પણ ફરાર છે. આરોપીઓ સાથે કોઈ ચરમપંથી સંગઠનની સંડોવણી અથવા વિદેશમાંથી આર્થિક સહાય મળવાની અટકળો અંગે પોલીસ કમિશનરે કહ્યું કે, હજુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને પોલીસે SID, ATS અને NIAને પત્ર લખ્યા છે.

 

તેમણે જણાવ્યું કે, પોલીસ દ્વારા નોંધાયેલા 9 કેસમાં કંપનીના એક પુરુષ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પણ સામેલ છે, જેમાં કાર્યસ્થળે બળજબરીથી ધર્મ પરિવર્તનના પ્રયાસો અને ધાર્મિક ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પોલીસે 8 મહિલા કર્મચારીઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદોની તપાસ માટે એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે, જેમણે દાવો કર્યો હતો કે સિનિયર કર્મચારીઓ તેમને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરતા હતા અને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતા હતા, જ્યારે તેમણે આ મામલે HR વિભાગને ફરિયાદ કરી, તો HRએ તેમની ફરિયાદ પર જરાય ધ્યાન આપ્યું નહોતું.

 

દાનિશ, શાહરૂખ, રઝા… બધા ટીમ હેડ

 

TCSની ઓફિસમાં યુવતીઓને કથિત રીતે ફસાવનારા આરોપીઓની ઓળખ દાનીશ શેખ, તૌસીફ અત્તાર, રઝા મેમણ, શાહરૂખ કુરેશી, શફી શેખ, આસિફ આફતાબ અન્સારી અને શાહરૂખ શેખ તરીકે થઈ છે. આ બધા ટીમ લીડર જેવી ઉંચી પોસ્ટ પર હતા અને કથિત રીતે તેમણે પોતાની પોસ્ટનો દુરુપયોગ કરીને યુવતીઓને પોતાનો શિકાર બનાવવાનું કામ કરતા હતા. આ બધા એક ગેંગની જેમ મહિલા કર્મચારીઓને નિશાન બનાવીને તેમનું યૌન શોષણ કરતા હતા અને ધર્મ પરિવર્તનનું દબાણ બનાવતા હતા.

 

ચેરમેને આ ઘટનાને ચિંતાજનક ગણાવી

 

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આ ઘટનાને ‘અત્યંત ચિંતાજનક અને પીડાદાયક’ ગણાવી છે અને જાહેરાત કરી છે કે ટીસીએસના મુખ્ય સંચાલન અધિકારી આરતી સુબ્રમણ્યનના નેતૃત્વમાં આ મામલાની ઊંડી તપાસ ચાલી રહી છે, જેથી તથ્યોનો પત્તો લગાવી શકાય અને આ સ્થિતિ માટે જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરી શકાય.

 

હજુ પણ નોંધાઈ શકે છે ફરિયાદ

 

નાસિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે જણાવ્યું કે, એક મહિલા ડીસીપી અને કેટલાક મહિલા પોલીસકર્મીઓને તપાસ માટે ઓફિસમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે તેમણે કર્મચારીઓ સાથે વાતચીત કરી અને બધાને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે અન્ય ફરિયાદીઓ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *