દેશમાં કોરોનાની મહામારી અને મોંઘવારીનો જે માર પડી રહ્યો છે, તેમાં પ્રજા પીંસાઇ રહી છે, ત્યારે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે, શિક્ષણના માફીયાઓ ફી વદારો સાથે વાલીઓને લંૂટી રહ્યા ચે, ત્યારે પ્રજાને પણ પોતના પ્રશ્ને કોઇ વિરોધપક્ષ સજાગ ન હોવાથી પ્રજા પણ ભારે પીંસાઇ રહી છે. ત્યારે દર વખતે કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવે ત્યારે કાર્યક્રમનો સમય દર ળકતે જે સમય આપ્યો હોય તેના કરતાં ૧ કલાક મોડો ગણવો. ત્યારે GJ-૧૮ ખાતે પ્રથમવખત સમયસર કાર્યક્રમ યોજીને પ્રદેશ પ્રમુખ પણ સમયસર આવી ગયા હતા. ત્યારે હવે કોંગ્રેસનો ટેમ્પો ધીરે-ધીરે જામી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે GJ-૧૮ સે-૬ પાસે આવેલા સત્યાગ્રહ છાવણી મેદાનમાં શાસકપક્ષ ભાજપ સામે મોંઘવારીના પ્રશ્ને વિરોધ દર્શાવ્યો હતો.
કોરોનાની મહામારીના વચ્ચે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર અસર હેઠળ પ્રજાજનો જ્યારે ભારે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં અસહય વધારો કર્યો છે. “અબકી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” ના સૂત્ર સાથે છેલ્લા ૩ મહિનામાં કેન્દ્રની મોદી સરકારએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અનુક્રમે રૂપિયા ૨૫.૭૨ અને ૨૩.૯૩ પ્રતિ/ લિટર ધરખમ વધારો કર્યો છે. માત્ર ૫ મહિનાના ટૂંકા ગાળામાં ૪૩ વખત ભાવ વધારો કરાયો છે. આ સજાેગોમાં પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ માં પેટ્રોલ-ડીઝલના આ અસહય ભાવ વધારા સામે સુત્રોચાર સાથે બેનર સાથે વિરોધ વ્યક્ત કરવા આવ્યો હતો. આ મેટર નાવીઝન અને બાઈટ ટેલિગ્રામ થી મોકલેલ છે બાઈટ અમિત ભાઈ ચાવડા, પક્ષ પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ નિશિત સર નિસુચના મુજબ આ કાર્યક્રમ ની કાઉન્ટર બાઈટ કમલમ થી મોકલશે.