નવું શૈક્ષણિક સત્ર ખુલતા જ ઘણી શાળાઓએ ફી વધારો મળવાની અપેક્ષાએ વાલીઓ પાસેથી ઉઘરાણા શરૂ કર્યા છે, તેથી તે અંગેની માહિતી સ,ુત્રો દ્વારા મળેલ છે.
હાલ શાળામાં નવા સત્રનો પ્રારંભ થઈ ગયો છે, ઓનલાઈન શિક્ષણ આપવાનું પણ શરૂ થઈ ચુક્યું છે, સ્વભાવિક છે કે, નવું સત્ર ચાલુ થયું છે તો શાળાઓ વાલીઓ પાસે ફી ની અપેક્ષા રાખતા હોય છે. પરંતુ હાલના આ કોવિડના કપરાકાળમાં મોટાભાગની શાળાઓએ પોતાની ફીમાં વધારો કરીને ફી ઉઘરાવવાનું ચાલુ કરી દીધું છે તે અંગે વાલીઓની થોકબંધ ફરિયાદો મળી છે.
નિયમ મુજબ કોઈપણ શાળાએ ફી વધારા માટે એફઆરસી કમીટી સમક્ષ યોગ્ય આધાર પુરાવા સાથે પોતાની ફાઈલ મુકવાની હોય છે.
પરંતુ કોઈ પણ શાળાની ફી વધારની ફાઈલ ૨૦૨૧-૨૨ની મંજુર કરેલ નથી, ઘણી શાળાઓએ તો એફઆરસી સમક્ષ પોતાની ફાઈલ પણ મુકેલ નથી. આવી પરિસ્થિતિમાં ઘણી બધી શાળાઓ ફી વધારો મળવાની અપેક્ષાએ વાલીઓ પાસેથી વધારેલી ફી વસુલી રહી છે. જયાં સુધી એફઆરસી કોઈ પણ શાળાને મંજુરી આપે નહીં ત્યાં સુધી વધારવો મળવાની અપેક્ષાએ વધેલી ફી લેવાની જગ્યાએ જુની ફી લે તે માટે તાત્કાલીક ધોરણે આ બાબતે પરિપત્ર જાહેર કરવો જાેઈએ.
હાલ આ બાબતે વિરોધની સૂર વાલીઓમાં ઉભા થયો છે. જેથી ઘણા વાલીઓ સરકારી શાળા તરફ વળ્યાછે.
પોતાના બાળકનું પ્રાઈવેટ શાળામાંથી નામ કઢાવી રહ્યાં છે.
આ બાબતમાં ઘણા વાલીઓને એલસી આપવા માટે શાળા હેરાન કરી રહી છે તેવી ફરિયાદ વાલીઓ તરફથી મળી છે તો આ બાબતે પણ યોગ્ય કરો તેવી પોરબંદર જિલ્લા એનએસયુઆઈની રજુઆત છે.