
વિપક્ષની બેવડી નીતિ પર પ્રહાર
મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોંગ્રેસ હંમેશા બે મોઢાની વાત કરે છે. એક તરફ તેઓ મહિલા હિતની મોટી વાતો કરે છે અને જ્યારે કાયદાકીય જોગવાઈ કરવાનો સમય આવે ત્યારે વિરોધ કરે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઈન્ડી ગઠબંધને હંમેશા દેશના સામાન્ય પરિવારની બહેનો કરતાં પોતાના ‘પરિવારવાદ’ને વધુ મહત્ત્વ આપ્યું છે. જો આ બિલ પાસ થયું હોત તો દેશની સામાન્ય પરિવારની બહેનોને સંસદમાં પ્રતિનિધિત્વ મળતું થઈ જાત, જે વિપક્ષ સહન કરી શક્યો નથી.
રાષ્ટ્રીય નિર્ણયમાં વિઘ્ન
સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, સંસદમાં ડંકાની ચોટ પર કહેવામાં આવ્યું હતું કે આ કોઈ રાજકીય નિર્ણય નથી પણ રાષ્ટ્રીય નિર્ણય છે અને તેના હકદાર તમામ પક્ષો રહેશે. દાયકાઓથી ચાલી આવતી નારી શક્તિની આ લડાઈને વિકાસનો નવો ઈતિહાસ બનાવવા માટે સરકાર મક્કમ હતી. નીતિ ઘડતરમાં મહિલાઓની સમાન ભાગીદારી એ સમયની માંગ છે, પરંતુ વિપક્ષની મહિલા વિરોધી માનસિકતાને કારણે આ અવસર હાથમાંથી સરી ગયો છે.