
ખોટી સહીઓ, બનાવટી દસ્તાવેજ બનાવી બેંક એકાઉન્ટ ખોલી રૂપીયા ટ્રાન્સફર કરી દીધાં, કોર બેંકિંગ સુવિધા પણ આરોપીઓએ સાયબર માફિયાને આપી દીધી ‘તી
રાજકોટ. તા.20
દેશવ્યાપી 2500 કરોડના સાયબર કૌભાંડમાં યશ બેંકના મેનેજર સહિત બે કર્મીની ધરપકડ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે કરી મોટી કાર્યવાહી કરી હતી.
રાજકોટ એસપી વિજય સિંહ ગુર્જર દ્વારા રાજ્ય વ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ધરાવતા બેન્ક એકાઉન્ટની માહિતી એકત્રિત કરી કામગીરી શરૂ કરવાની આપેલ સુચનાથી સાયબર ક્રાઈમ પીઆઈ આર.જે. ગોધમની રાહબરીમાં પીએસઆઇ એમ.એન.રાઠોડ, સી.બી.વાંક, એ.એન.કામળીયા અને ટીમે સાયબર ક્રાઇમ ગાંધીનગરનાઓ તરફથી મળેલ માહિતીના આધારે શંકાસ્પદ એકાઉન્ટ બાબતે તપાસ કરતા તે એકાઉન્ટ પૈકી પડધરી મોવીયા યશ બેન્ક ખાતે ખુલેલ બેન્ક એકાઉન્ટ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ જ્યોત ટ્રેડીંગ કંપનીના ખાતામાં તપાસ કરતા એકાઉન્ટમાંથી આશરે 200 કરોડની આસ-પાસની લેવડ-દેવડ મળી આવેલ જેના આધારે પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ હતો.
જે ગુન્હામાં આરોપીઓએ અલગ અલગ સમય અને સ્થળે પુર્વ આયોજીત કાવતરૂ રચી, ગુજરાત રાજય તથા અન્ય રાજયના અલગ ભોગ બનનાર વ્યકિતઓને લલચાવી તેઓ સાથે સાયબર ફ્રોડ દ્રારા છેતરપીંડી કે ઠગાઇ કરી નાણા મેળવી ગુન્હો કરેલ હતો. આ તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં પકડાયેલ આરોપીઓ સાયબર ફ્રોડ, તથા અન્ય વિવિધ ફ્રોડના આશરે 2500 કરોડ રૂપિયાનુ અલગ અલગ બેન્ક ખાતાઓ અને અન્ય માધ્યમથી હેર ફેર કરી મુળ સાયબર અપરાધી સુધી પહોચાડેલનું તપાસમાં જણાયેલ છે.
આ ગુન્હાની તપાસમાં હાલ તપાસનીશ અધિકારીની મદદ હેતુથી એમપેનલ્ડ સી.એ.ની ટીમની સાથે ચાલુ છે. કુલ તપાસમાં અત્યાર સુધીમાં કુલ 35 જેટલી પેઢીઓ તેમજ આ પેઢીઓના બેંક એકાઉન્ટ 85 ની તપાસ ચાલુ છે. ઉપરોક્ત એકાઉન્ટ ઉપર ભારત ભરના અલગ અલગ રાજયમાંથી કૂલ 535 ફરીયાદો સાયબર ક્રાઈમ પોર્ટલ-1930 પર રજીસ્ટર થયેલ છે. આ ફરિયાદોમાં કુલ સાઇબર ફ્રોડની અરજદાર દ્વારા નોંધવાયેલ રકમ 74 કરોડ કરતાં વધુની મળી આવેલ છે. હજુ પણ આ અંગેની તપાસમાં આ સંખ્યામાં વધારો થશે .
જેમાં હાલ સાયબર ક્રાઇમની ટીમે મૌલિક રામજી કમાણી (રહે. પાતા મેઘપર તા.કાલાવડ) ને પકડ્યો છે. જે બી.બી.એ નો અભ્યાસ કરી યસ બેન્કમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતા હોય, તે દરમ્યાન અગાઉ પકડાયેલ આરોપી મનિષ કમાણી, જય નાદપરા, રૂષિત રૈયાણી તથા લાલાભાઇ ઝાલાવડીયા સાથે મળી. જે સાહેદોના નામે તેમની જાણ બહાર તેમના નામની પેઢીઓના પ્રોપરાઇટર તરીકેના બેન્ક એકાઉન્ટ તેની બ્રાન્ચમાં ખોલાવવામાં મદદ કરી.
ત્યાર બાદ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં આરોપીઓ દ્વારા જ આ એકાઉન્ટ ઓપરેટ થતાં હોય તેવું જાણવા છતાં, આ આરોપીઓને હાઇ વેલ્યૂ ટ્રાનજેક્શન કરવામાં આધારભૂત મદદ કરી, તથા જ્યારે આ લેવડ દેવડ અંગે બેન્કિંગ સિસ્ટમમાં કોઈ પણ એલર્ટ આવે ત્યારે આ આરોપી તથા તત્કાલીન બેન્ક મેનેજર આરોપી કલ્પેશ ડાંગરિયા કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા અંગેની પ્રકિયાનું પાલન કર્યા વગર બેન્કના ઉપરી અધિકારીઓને પોતાની ઓથોરિટીનો દૂરૂપયોગ કરી આ એલર્ટ હટાવવાની કામગીરી કમિશનના હેતુથી કરતાં હતા.
આ ઉપરાંત આરોપીઓ જ્યારે મોટી રકમમાં રોકડ ઉપાડવાની ગુનાહિત કામગીરી કરતાં ત્યારે યસ બેન્કની કઈ શાખા ખાતેથી તેમને આ રોકડ કોર બેન્કિંગસુવિધા અંતર્ગત ઉપલબ્ધ મળી શકશે તે અંગે માર્ગદર્શન આપતા હતા.
જો પોતાની યસ બેન્ક મોવિયા શાખા ખાતે રોકડ ઉપલબ્ધ હોય તો આ રોકડને કમિશનની લાલચે, આરોપીઓ ના કહેવા મુજબ વારંવાર અલગ અલગ આંગડિયા પેઢીઓ ખાતે પોતેજ બેન્ક કર્મચારી પોતાના મોબાઈલ નંબરથી વાતચીત કરી અગાઉ પકડાયેલ આરોપીના જણાવ્યા મુજબના ગુનાના આગળના સૂત્રધાર સુધી તે રકમ પહોંચતી કરી મદદગારી કરતો હતો.
જે બાદ પોલીસે યશ બેંકના મેનેજર કલ્પેશ વીઠ્ઠલભાઇ ડાંગરીયા (રહે. કાલાવડ શિતળા) ની ધરપકડ કરી હતી. જે અગાઉ પકડાયેલ આરોપી મનિષ કમાણી તથા જય નાદપરા તથા રૂષિત રૈયાણી સાથે મળી પેઢીઓના પ્રોપરાઇટર તરીકેના બેન્ક એકાઉન્ટ યસ બેન્કની જુદી જુદી બ્રાન્ચમાં ખોલાવવામાં આધારભુત ભુમીકા ભજવી હતી.
જેમાં અગાઉ પકડાયેલ આરોપીઓ તથા તે સીવાય પકડવાના બાકી રહેલ આરોપી યાજ્ઞિક ઉર્ફે લાલા ઝાલાવાડીયા આ બેન્ક એકાઉન્ટ ખોટી પેઢીઓ ઉભી કરી સાહેદોને ખોટુ ગૃહ ઉદ્યોગ લગત વેપાર કરવા માટેની પેઢીમાં ભાગીદાર તરીકે રાખવાની લાલચ આપી તેના પાસેથી તેના કે.વાય.સી. ડોકયુમેન્ટ જેમાં આધારકાર્ડ તથા પાનકાર્ડ તથા તેના ફોટા લઇ બેન્ક એકાઉન્ટ ખોલાવેલ હતાં.
જે પોતે બેન્ક મેનેજર હોય તે આ તમામ ખાતાઓ તેમના મૂળ ખાતા ધારક સિવાય, આરોપીઓ દ્વારા જ આ ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીની મોટી રકમની રોજબરોજ લેવડ દેવડ કરી રહેલ હોય તેવું જાણવા છતાં તથા આરોપી કલ્પેશ ડાંગરિયા તથા આરોપી મૌલિક કમાણી જાણતા હોય કે રોજ બરોજ ના ચેક સહિતના મહત્વના દસ્તાવેજો માં સહીઓ મૂળ ખાતા ધારકોની જગ્યા એ આરોપીઓ જાતે જ ખોટી બનાવટી સહીઓ કરતાં હતા તેમ છતાં, પોતાના અંગત આર્થિક લાભ મેળવવાના ઈરાદા સાથે આ બેન્ક એકાઉન્ટમાં આરોપીઓ દ્વારા સાયબર ફ્રોડ તથા અન્ય છેતરપિંડીથી મેળવેલના રૂપિયાનું ટ્રાન્જેકશન કરવામાં મદદ કરેલ છે.
કેસ વીડ્રોઅલના મોટી રકમના નાણા અલગ અલગ કરંટ ખાતાઓ મારફતે બેન્ક ની કોર બેન્કિંગ સુવિધાઅને વન ટાઇમ લેટર ની પ્રક્રિયા, તથા આ પેઢીઓના ખાતાઓ ને અઙખઈ લાઇસન્સ સાથે લિન્ક કરાવવાથી સમગ્ર સિસ્ટમ કઇ રીતે કોઈના ધ્યાનમમાં આવે તે રીતે ચલાવી શકશે તે બાબતે આરોપીઓને માર્ગદર્શન આપેલ હતું.
જે બાદ પોલોસે આરોપી અનુરાગ ચંદુભાઇ બાલધા (રહે. જામકંડોરણા) ની ધરપકડ કરી હતી. અગાઉ પકડાયેલ આરોપી સાથે સંપર્કમાં હોય અને પોતે યસ બેન્કમાં જવાબદાર પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતા હતો. તેઓ આ આરોપીઓના બેન્ક એકાઉન્ટ ઓપનીંગ કરવા માટે ગયેલ ત્યારે આરોપીઓ દ્વારા જ બેન્ક અકાઉન્ટ ખોલવાના ફોર્મમાં સાહેદોની બનાવટી સહીઓ કરી આરોપીને આપેલ તથા કરંટ એકાઉન્ટ ખોલવાની રિજર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની કડક ગાઈડલાઇન હોવા છતાં આ કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર આ કામના સાહેદોના નામે તેમની જાણ બહાર તેમના નામની પેઢીઓ ખોલી આ આરોપીઓ પૈકી રૂષિત રૈયાણીએ પોતે પ્રોપરાઇટરની ખોટી સહી કરેલ હતી.
તેમજ પ્રોપરાઇટર બેન્ક એકાઉન્ટ ખુલતી વખતે હાજર નથી તેમ છતા તેની હાજરી બતાવી બેન્ક એકાઉન્ટ ઓપીનીંગ માટેની તમામ કાર્યવાહી કરી બેન્ક ઓપનીંગ ફોર્મ તેમના સાથેના બેન્ક મેનેજર આરોપી કલ્પેશ ડાંગરિયાની સાથે મળી એપૃવ્ડ કરાવી તેની બ્રાન્ચમાં બેન્ક એકાઉન્ટ ખોલી આરોપીઓ સાથે બે વખત આવીજ રીતે પ્રોપરાઇટરની હાજરી વગર તેનું બેન્ક એકાઉન્ટ ખોલી તેમાં ખોટી સહીઓ કરેલ છે.