
મધેશી ક્ષેત્રમાં રહેતા લોકો મુશ્કેલીમાં
નેપાળ સરકારે જાહેર કરેલા આદેશથી ભારતની સરહદે રહેતા નેપાળીઓમાં ચિંતા વધી છે. નેપાળે જણાવ્યું છે કે, 100 રૂપિયાથી વધુ કિંમતના સામાન પર નેપાળી નાગરિકોએ કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે.
નેપાળના સરહદી સુરક્ષા એકમે આ સરકારી આદેશનો કડક અમલ કર્યો છે. જેના કારણે મધેશીઓ ક્ષેત્રમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ કડક સરકારી આદેશથી મોંઘવારીને કારણે મધેશીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
નેપાળ સરકારે નિર્ણય કેમ લાગુ કર્યો?
મધેશ પ્રદેશના લોકો ભારતમાંથી સામાન આયાત કરતા હતા અને તેને વેચતા હતા. જેના કારણે આ પ્રદેશ અન્ય નેપાળી પ્રાંતો કરતાં ફુગાવા માટે ઓછો સંવેદનશીલ બન્યો હતો. લોકો કરિયાણા અને અન્ય સામાન ખરીદવા માટે સરળતાથી ભારત જઈ શકતા હતા. સરકારનો દાવો છે કે, આ નિર્ણય સ્થાનિક વેપારીઓના હિતોનું રક્ષણ કરવા અને સરકારી આવક વધારવા માટે લેવામાં આવ્યો હતો. સ્થાનિક સરકારના મતે, આ નિર્ણય પછી માર્ચ મહિનામાં જ લક્ષ્યાંકિત આવકના 85 ટકા વસૂલ કરવામાં આવ્યા હતા.
ભારત કરતા ભાવ બમણા
નેપાળમાં સરસવના તેલની કિંમત આશરે 400 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ભારતમાં એક લિટર સરસવના તેલની કિંમત આશરે 150 રૂપિયા છે. તેવી જ રીતે, નેપાળમાં એક કિલોગ્રામ ખાંડની કિંમત આશરે ₹107 પ્રતિ કિલોગ્રામ છે, જ્યારે ભારતમાં ખાંડ ₹4550 પ્રતિ કિલોગ્રામની વચ્ચે ઉપલબ્ધ છે. આનો અર્થ એ છે કે નેપાળમાં દૈનિક કરિયાણાના ભાવ ભારત કરતા લગભગ બમણા છે.