
આગ લાગતા જ રિફાઇનરી પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરચક્ર ગતિમાન કરવામાં આવ્યું છે.
રાહત અને બચાવ કામગીરી ચાલુ
ઘટનાની જાણ થતાં જ રિફાઇનરીના કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે. ફાયર ફાઇટરોની અનેક ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
આવતીકાલે PM મોદી આપવાના છે ભેટ
ઉલ્લેખનીય છે કે 21 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મેગા પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું છે. આ રિફાઇનરી ભારતની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરીઓમાંની એક માનવામાં આવે છે. ઉદ્ઘાટનના માત્ર ૨૪ કલાક પહેલા જ સર્જાયેલી આ આગની ઘટનાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.