અમને હવે અમેરિકાની જરૂર નથી’, UAE એ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! અમેરિકાના તમામ સૈન્ય અડ્ડા બંધ કરી દેશે?

Spread the love
UAE-USA Relations Rift: ઈરાન યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટના રાજકારણમાં એક એવો મોટો ફેરફાર આવ્યો છે કે જે અમેરિકાને હચમચાવી શકે છે. UAEના મુખ્ય રણનીતિકાર અને વિશ્લેષક અબ્દુલ ખાલિક અબ્દુલ્લાએ ખુલ્લેઆમ કહ્યું છે કે ‘UAEને હવે પોતાની સુરક્ષા માટે અમેરિકા પર આધાર રાખવાની જરૂર નથી.’ આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાને UAEમાં આવેલા અમેરિકન બેઝ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.

હવે માંગ ઉઠી રહી છે કે અમેરિકા પોતાના સૈન્ય બેઝ હટાવી લે અને અહીંથી તેના સૈનિકોને પાછા બોલાવી લે.

 

અમેરિકાના સૈન્ય બેઝ હવે ‘બોજ’ છે!

 

અબ્દુલ ખાલિક અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા અને રોઇટર્સ સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે અમેરિકન સૈન્ય બેઝ હવે વ્યૂહાત્મક લાભ આપતા નથી, પણ ‘બોજ’ બની ગયા છે. અબ્દુલ્લાનું કહેવું છે કે તાજેતરમાં ઈરાનના 2,800થી વધુ ડ્રોન અને મિસાઈલ રોકીને UAEએ સાબિત કરી દીધું છે કે તે પોતાની સુરક્ષા પોતે કરી શકે છે. UAEનું કહેવું છે કે તેને અમેરિકા પાસેથી માત્ર આધુનિક હથિયાર અને ડિફેન્સ સિસ્ટમ જોઈએ છે, તેમની કાયમી સેના નહીં.

ઈરાનનો ‘અલ મિન્હાદ’ બેઝ પર હુમલો દાવો

 

આ ચર્ચાની પાછળનું મુખ્ય કારણ એ છે કે ઈરાને દાવો કર્યો છે કે તેણે UAEમાં આવેલા અમેરિકન કમાન્ડ સેન્ટર ‘અલ મિન્હાદ’ને નિશાન બનાવ્યું છે. ઈરાનનો આરોપ છે કે આ બેઝ તેની સુરક્ષા માટે ખતરો છે. જોકે, અમેરિકા એ નુકસાનની પુષ્ટિ કરી નથી, પણ આ હુમલાઓ પછી UAEમાં એ ડર ઊભો થયો છે કે અમેરિકન હાજરીને કારણે તે કારણ વગર ઈરાનના નિશાને આવી રહ્યો છે.

 

‘ડોલર’ને બાય-બાય અને યુઆનની એન્ટ્રી?

 

માત્ર સૈન્ય જ નહીં, આર્થિક મોરચે પણ UAEએ ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર, UAEએ અમેરિકા ને ચેતવણી આપી છે કે જો યુદ્ધના કારણે ડોલરની સપ્લાય અટકી જાય, તો તે તેલના વેપારમાં ચાઈનીઝ યુઆનનો ઉપયોગ શરૂ કરી દેશે. UAEના અધિકારીઓનું માનવું છે કે ટ્રમ્પે ઈરાન પર હુમલાનો નિર્ણય લઈને તેમને એવી લાંબી આર્થિક મંદીમાં ધકેલી દીધા છે, જેમાંથી બહાર આવવા માટે હવે તેઓ માત્ર અમેરિકા પર આધાર રાખી શકે નહીં.

 

શું પેટ્રો-ડોલરનું યુગ પૂરું થવાનું છે?

 

વર્ષો સુધી આરબ દેશો અને અમેરિકા વચ્ચે એક ડીલ હતી – ‘અમે તમને સુરક્ષા આપીશું, તમે તેલ ફક્ત ડોલરમાં વેચશો.’ પણ હવે UAE પોતાની સુરક્ષા માટે પોતે જ જવાબદાર બનવા માંગે છે અને તેલના વેપારમાં યુઆનનો વિચાર કરી રહ્યો છે. જો અબુ ધાબીએ પોતાના દેશમાંથી અમેરિકન બેઝ હટાવી દીધા અને યુઆનમાં વેપાર શરૂ કર્યો, તો મિડલ ઈસ્ટમાં અમેરિકાનો પ્રભાવ ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *