
એસી હવામાંથી ભેજ શોષી લેતા સ્કીન અને ગળામાં થાય છે ડ્રાયનેસ
સૂકી હવાને કારણે ફર્નિચર અને ઈન્ડોર પ્લાન્ટ્સને પણ થાય છે નુકસાન
પાણીની ડોલ રાખવાથી કુદરતી રીતે હવામાં ભેજનું પ્રમાણ જળવાશે
શ્વાસ લેવામાં તકલીફ અને આંખોની બળતરામાં મળશે મોટી રાહત
એપ્રિલ મહિનાથી જ સુરજદાદા આકરા પાણીએ થયા છે.
બપોરના સમયે લૂ અને ઘરમાં અસહ્ય બફારાથી બચવા લોકો એસી [Air Conditioner] નો આશરો લઈ રહ્યા છે. એસીના રૂમમાં પગ મૂકતા જ જે ઠંડક મળે છે તે અત્યંત સુખદ હોય છે, પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે લાંબો સમય એસીમાં બેઠા પછી તમારી ત્વચા ખેંચાયેલી કે ગળું સુકાયેલું લાગે છે?
AC Room Water Bucket Benefits : એસી હવામાંથી ભેજ શોષી લે છે
એસી રૂમની હવાને ઠંડી કરવાના ચક્રમાં વાતાવરણમાં રહેલો કુદરતી ભેજ [Humidity] શોષી લે છે. જેના કારણે હવામાં શુષ્કતા એટલે કે ડ્રાયનેસ (AC Room Water Bucket Benefits) વધી જાય છે. આ કોરી હવા તમારી ત્વચાને રૂખી બનાવી દે છે, હોઠ ફાટવા લાગે છે અને આંખોમાં બળતરાની ફરિયાદ ઊભી થાય છે. ખાસ કરીને સાઇનસ કે શ્વાસની તકલીફ ધરાવતા લોકો માટે આ સૂકી હવા મુશ્કેલી વધારી શકે છે.
પાણીની ડોલ રાખવાનો અદ્ભુત દેશી જુગાડ
નિષ્ણાતોના મતે, એસી ચાલતું હોય તે રૂમમાં પાણી ભરેલી એક ડોલ રાખવાથી હવામાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. આ પદ્ધતિ એક નેચરલ હ્યુમિડિફાયર [Humidifier] તરીકે કામ કરે છે. જ્યારે રૂમમાં પાણીનું વાસણ રાખવામાં આવે છે, ત્યારે તેમાંથી ધીમે ધીમે પાણીનું બાષ્પીભવન થઈ હવામાં ભળે છે. આનાથી ત્વચા હાઇડ્રેટ રહે છે, ગળામાં થતી ખુશ્કી અટકે છે અને ઊંઘ પણ ગાઢ આવે છે.
આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
દેશી ઉપાયનો ઉપયોગ કરતી વખતે ડોલ કે વાસણને રૂમના ખૂણામાં સુરક્ષિત જગ્યાએ રાખો. ખાસ યાદ રાખો કે આ પાણી દરરોજ બદલવું જોઈએ, જેથી મચ્છર કે અન્ય જીવાત ન થાય. જો તમે ઈચ્છો તો આ પાણીમાં લીંબુની છાલ કે એસેન્શિયલ ઓઈલ [Essential Oil] ના થોડા ટીપાં નાખી શકો છો, જેથી રૂમમાં સુગંધ પણ જળવાઈ રહેશે.