US-Iran War Impact on India: અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલથી શરૂ થયેલો 2 અઠવાડિયાનો યુદ્ધવિરામ હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ધમકી આપી છે કે જો ઈરાન સાથે કોઈ ડીલ નહીં થાય, તો હોર્મુઝની ખાડીમાં અમેરિકી નાકાબંધી યથાવત રહેશે. આ નાકાબંધીને કારણે ભારતની અર્થવ્યવસ્થા પર કેવી અસર પડશે, તેની યાદી અહીં છે:
પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં ભડકો
હોર્મુઝની ખાડીમાંથી દુનિયાનો 20% થી 25% ઓઈલ વેપાર થાય છે. જો ટ્રમ્પની નાકાબંધી ચાલુ રહે, તો ક્રૂડ ઓઈલના ભાવ (Inflation) વધવાથી ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ કાબૂમાં રાખવા અશક્ય બની જશે.
ખાણી-પીણીનો સામાન અને ખેતી પર અસર
ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા નાઈટ્રોજન આધારિત ખાતરના મોટા નિકાસકાર છે. જો સપ્લાય ખોરવાશે, તો ખાતર મોંઘું થશે અને પરિણામે શાકભાજી, અનાજ તેમજ પેકેટ ફૂડના ભાવ (Inflation) વધશે. સાબુ અને ડિટર્જન્ટ જેવી જીવનજરૂરી વસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે.
પીવાનું પાણી અને પેઈન્ટ્સ
તાજેતરમાં જ જાણીતી કંપની ‘બિસલરી’એ (Inflation) પાણીના ભાવમાં 11% નો વધારો કર્યો છે (12 બોટલના પેક પર 24 રૂપિયાનો વધારો). કાચા માલના ભાવ વધતા પેઈન્ટ કંપનીઓએ પણ કિંમતો વધારવાની તૈયારી શરૂ કરી દીધી છે.
દવાઓ અને મેડિકલ સેક્ટર
દુબઈ વિશ્વના ફાર્મા સેક્ટરનું મોટું લોજિસ્ટિક હબ છે. ભારતથી નિકાસ થતી દવાઓનો મોટો ભાગ દુબઈ પોર્ટ થઈને પસાર થાય છે. જો યુદ્ધને કારણે આ માર્ગ પ્રભાવિત થશે, તો સામાન્ય દવાઓના ભાવમાં પણ ઉછાળો આવી શકે છે.
વાહનો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો
કેમિકલ્સ અને મેટલના સપ્લાયમાં અવરોધ આવવાથી ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ (Inflation) કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ મોંઘી કરશે.
શાંતિ મંત્રણા પર આશાનું કિરણ
સકારાત્મક સમાચાર એ છે કે રોયટર્સના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાનારી ‘પીસ ટોક’માં સામેલ થઈ શકે છે. જોકે, ઈરાને શરત મૂકી છે કે અમેરિકાએ જે જહાજ કબજે કર્યું છે તેના ક્રૂ સભ્યોને મુક્ત કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે બુધવારે યુદ્ધવિરામ ખતમ થાય તે પહેલા કોઈ સમજૂતી થાય છે કે નહીં.
