
આંતરિક વિવાદ વચ્ચે રાઘવ ચઢ્ઢાએ આજે આપમાંથી રાજીનામુ આપવાનું એલાન કરી દીધુ હતું અને ભાજપમાં સામેલ થવાનું જાહેર કર્યુ હતું તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટી સિધ્ધાંતોથી અટકી ગઇ છે.
પાર્ટી માટે 15 વર્ષ સુધી રાત-દિવસ મહેનત કરી હતી અને સમગ્ર યુવાની પાર્ટીને મજબુત કરવામાં લગાવી દીધી હતી. છતાં પાર્ટીએ અંગત હિતોને મહત્વ આપ્યું હતું. મારાથી વધુ આપને જાણી શકે તેમ ન હોવાનો દાવો કરવા સાથે તેમણે ભાજપમાં જોડાવવાનું જાહેર કરી દીધુ હતું.
રાઘવ ચઢ્ઢા ઉપરાંત અશોક મિતલ, સંદીપ પાઠક પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાઇ રહ્યાના નિર્દેશ છે. આ સંજોગોમાં આપમાં ભંગાણ મોટુ ગણાય છે. કારણ કે બે તૃતિયાંશ સાંસદો પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થશે.
દરમ્યાન રાઘવ ચઢ્ઢા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અમારા ઉપરાંત અન્ય સાત નેતાઓ પણ પાર્ટી છોડવાની તૈયારીમાં છે. પાર્ટી નેતાગીરી સામે તેઓએ પ્રહારો કર્યા હતા.