
તો આજે આરોપી અઝીઝને ઘટના સ્થળે લવાતા ભીડ બેકાબૂ બની હતી.
શું બન્યું હતું ગઈકાલની રાતે…
મળતી માહિતી અનુસાર, ધોરણ-10માં ભણતી એક સગીરા જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારે બારડોલીના રહેવાસી 39 વર્ષીય મોહંમદ અઝીઝ ઇલિયાઝે તેનો હાથ પકડી છેડતી કરી હતી. સગીરા સાથે થયેલી આ હરકતની જાણ વાયુવેગે વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. જેના પરિણામે લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ટોળાએ આરોપી સામે
ઘટનાની ગંભીરતા જોતા આસપાસના લોકો અને પીસીઆર (PCR) વાને તાત્કાલિક આરોપી મોહંમદ અઝીઝને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખસેડ્યો હતો. જોકે, આક્રોશિત લોકોએ પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અને તેનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી.
હાલ સ્થિતિ કાબૂમાં છે – ડીસીપી નિધિ ઠાકુર
આ મામલે DCP નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે, અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાની છેડતીનો પ્રયાસ થયો હતો. આરોપીને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. દીકરીના વાલીઓ અને ક્લાસ ટીચરની હાજરીમાં પોક્સો (POCSO) ની કલમો હેઠળ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ટોળાને સમજાવીને શાંતિપૂર્ણ રીતે વિખેરી દેવામાં આવ્યું છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
આરોપી: મોહંમદ અઝીઝ ઇલિયાઝ (ઉંમર 39, રહે. બારડોલી)
ભોગ બનનાર: ધોરણ-10ની વિદ્યાર્થિની
કલમ: પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ
હાલમાં પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસ્તારમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ટોળાએ વિધર્મીઓની લારી અને પાથરણા હટાવી
સુરત અલથાણ સગીરા છેડતી મામલે રોષે ભરાયેલા લોકો દ્વારા લારીઓ હટાવવામાં આવી હતી. ટોળાંએ વિધર્મીઑની લારી અને પાથરણા હટાવવામાં આવ્યા હતા. ટોળાંએ પાથરણા અને લારી ધારકોના આઈકાર્ડ ચેક કરવામાં આવ્યા હતા.
આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો
આરોપીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યો હતો. આરોપીને મેડિકલ માટે લાવામાં આવ્યો હતો. છેડતી કરનાર આરોપી મોહંમદ અજીજ ઇમતીયાઝની પોલીસે ધરપકડ કરી છે. હજી પણ આરોપી સામે લોકોનો ખુબજ આક્રોશ જોવા મળ્યો હતો.
છેડતીના આરોપીને ફેરવાયો
છેડતી કરનાર આરોપી મોહંમદ અઝીઝ ઈલિયાઝે બીજા દિવસે શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. ત્યારે પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થયેલી જોવા મળી હતી. આ સમયે લોકોએ એક જ માંગ કરી હતી કે, આરોપીને અમને સોંપી દેવામાં આવે. લોકોએ આરોપી સાથે ટપલીદાવ કર્યો હતો.