2 વર્ષ પહેલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી પત્ની, મત આપવા પહોંચી તો પતિએ પકડી લીધી; વાળ ખેંચીને બરાબરની ફટકારી!

Spread the love

પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલે પહેલા તબક્કાના મતદાન દરમિયાન સિલિગુડીના એક મતદાન કેન્દ્ર પર એક વિચિત્ર ઘટના બની હતી. જ્યાં એક મહિલા મતદાન કરવા માટે પહોંચતા મતદાન કેન્દ્રની બહાર ઉભેલો એક શખ્સ તેના પર તૂટી પડ્યો હતો. તેણે મહિલાનું ચૂંટણી કાર્ડ પડાવવાનો પ્રયાસ કર્યો હતો, સાથે જ તેણે તે મહિલાના વાળ ખેંચ્યા હતા. આ દરમિયાન CRPFના જવાનો ફટાફટ ત્યાં પહોંચી ગયા હતા અને મહિલાને છોડાવી હતી.

જોકે, બાદમાં જે હકીકત સામે આવીને અધિકારીઓ પણ રીતસરના ચોંકી ગયા હતા. ખરેખર મહિલા સાથે મારામારી કરનાર શખ્સ તેનો પતિ જ હતો. આ મહિલા 2 વર્ષ પહેલા તેના કોઈ પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ કારણે તેના પતિએ તેને ઝડપી પાડવા માટે મતદાન કેન્દ્રની બહાર 5 કલાક સુધી રાહ જોઈ હતી.

 

2 વર્ષ પહેલા ભાગી ગયેલી પત્ની ઝડપાઈ

 

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો મતિગારા-નક્સલબારી વિધાનસભા ક્ષેત્રના ફાંસિદેવા વિસ્તારમાં તારાબારીના બૂથ નંબર 25/238 પર બપોરે 2 વાગ્યે એક મહિલા વોટર સ્લિપ અને ચૂંટણી કાર્ડ લઈને મતદાન કરવા પહોંચી. તે જ વખતે બૂથની બહાર બેઠેલો એક વ્યક્તિ અચાનક ઊભો થયો અને તેના વાળ ખેંચી લીધા. તેણે મહિલાનું ચૂંટણી કાર્ડ છીનવવાની કોશિશ કર્યો. જેથી મહિલા ચીસો પાડવા લાગી. આ જોઈને ત્યાં તૈનાત CAPFના જવાનો તરત જ દોડી આવ્યા અને મહિલાને છોડાવી.

 

પત્નીને પકડવા 5 કલાક રાહ જોઈ

 

થોડી વારમાં જાણવા મળ્યું કે આ મહિલા તે જ વ્યક્તિની પત્ની હતી! બે વર્ષ પહેલાં આ મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પતિ તેને પકડવા મટે બૂથની બહાર 5 કલાકથી ઊભો હતો. તેને પહેલેથી જ ખબર હતી કે તેની પત્ની વોટ આપવા જરૂર આવશે. મહિલાએ વોટ આપ્યા પછી પતિએ CAPF જવાનો પાસે માંગ કરી કે, “જ્યાં સુધી મારું નામ આના EPIC કાર્ડમાંથી પતિ તરીકે ના કાઢી નાખવામાં આવે ત્યાં સુધી તેને વોટ આપવા ના દો.” પરંતુ સુરક્ષાકર્મીઓએ તેની માંગ નકારી કાઢી.

 

પત્નીને જોઈને લાલઘૂમ થઈ ગયો

 

વોટ આપીને જ્યારે મહિલા બહાર નીકળી ત્યારે પતિ ગુસ્સામાં આવી ગયો. તે સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓને પણ ગાળો આપવા લાગ્યો. આ તમાશો જોઈને ત્યાં હાજર અધિકારીઓ પણ હસી પડ્યા હતા. એક મતદાન અધિકારીએ હસતાં હસતાં કહ્યું, “26 વર્ષની ચૂંટણી ડ્યુટી દરમિયાન આવું દ્રશ્ય મેં પહેલી વાર જોયું છે!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *