સુરત છેડતી કેસમાં સટા સટી, રાજકીય ભોપાળુ બહાર આવે તેવી શક્યતા, ચૂંટણી જીતવા સ્ફોટક કારનામા,

Spread the love

 

પોલીસને એક કૉલ રેકોર્ડીંગ મળ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના સુરતના વોર્ડ નંબર-29 અલથાણના ઉમેદવાર જીવરામ પટેલનો માણસ એક વ્યક્તિ સાથે વાત કરીને તેને સૂચના આપે છે કે, પોલીસે મહંમદને પકડી લીધો છે, તમારે જઈને તેને પોલીસની જીપમાંથી બહાર ખેંચીને હોબાળો કરવાનો છે.

 

જરા પણ ઢીલા નહીં પડવાની સતત સૂચના આપતો આ માણસ એવું પણ સમજાવે છે કે આ કર્યા પછી ભાજપ કાર્યાલય અને પોલીસ સ્ટેશન પર જઈને પણ હોબાળો કરવાનો છે. જેનાથી પાટીદારો આમ આદમી પાર્ટી તરફ વળશે અને ભાજપને ઘણું મોટું નુકસાન થશે.

 

સ્ફોટક ઓડિયોમાંથી સ્પષ્ટ જણાય આવે છે કે છેલ્લા દિવસોમાં પાટીદારોને ભડકાવવા માટે આમ આદમી પાર્ટીએ સમગ્ર ઘટનાને ઊભી કરી છે અને સ્ક્રિપ્ટ મુજબ જ આરોપીને જીપની બહાર કાઢીને પોલીસ સ્ટેશનને ઘેરી લીધું છે.

 

આ ઓડિયોમાં વધુ એક સ્ફોટક માહિતી બહાર આવી છે કે જીવરામ પટેલનો માણસ હાલ પકડાયેલા મોહમ્મદને છોડાવી લેવાની પણ ખાતરી આપે છે અને સ્પષ્ટ કહે છે કે જીવરામભાઈને ‘ઉપર’ સુધી વાત થઈ ગઈ છે.

 

ગુજરાતની શાંતિ જોખમીને સતા માટે આટલી હલકી કક્ષાનું રાજકારણ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે જેમાં પાટીદારોની સહાનુભૂતિ મેળવવા માટે પાટીદારની જ દીકરીની આબરૂ હોમી દીધી.

 

આ વાઇરલ ઓડિયોથી રાજૂ કરપડાની ભવિષ્યવાણીને પણ સમર્થન મળ્યું છે. તેમણે અગાઉ ગુજરાતના લોકોને સાવધ કરતો વીડિયો પોસ્ટ કરેલો જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છેલ્લી ઘડીએ કોઈક મોટી ઘટના ઊભી કરશે જે સ્ક્રિપ્ટેડ હશે. છેલ્લા દિવસોમાં મોટી ઘટનાઓ કરવાની આમ આદમી પાર્ટીની કાયમી ફિતરત રહી છે. આમ આ ઘટનાથી તેમની વાતને પણ સમર્થન મળ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *