નગરા પોલીસ સ્ટેશન વિસ્તારના બછઈપુર ગામમાં આ સનસનાટીભરી ઘટના બની હતી. આરોપી જમાઈ અમિત ગુપ્તાએ રાત્રિના સમયે સસરાના ઘરમાં ઘૂસીને ભારે તાંડવ મચાવ્યું હતું. તેણે પત્ની પ્રીતિ અને સાસુ સુશીલા દેવીની હત્યા કરી નાખી, જ્યારે વચ્ચે બચાવ કરવા આવેલા સસરા અંતુ ગુપ્તા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. અંતુ ગુપ્તાની હાલત ગંભીર હોવાથી તેમને વારાણસી રેફર કરવામાં આવ્યા છે.
પ્રેમ લગ્ન બાદ વધ્યો હતો વિવાદ
મળતી માહિતી મુજબ અમિત ગુપ્તા તરીકે ઓળખાતા આરોપીએ તેની પત્ની પ્રીતિ અને સાસુ સુશીલા દેવીની ક્રૂરતાથી હત્યા કરી હતી. તેણે દરમિયાનગીરી કરવા આવેલા તેના સસરા અંતુ ગુપ્તા પર પણ હુમલો કર્યો હતો અને ગંભીર હાલતમાં તેમને વારાણસી રિફર કરવામાં આવ્યા હતા. પ્રીતિ અને અમિતના 2022માં પ્રેમ લગ્ન થયા હતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ સમય જતાં તેમના સંબંધોમાં તિરાડ વધતી ગઈ. પરિવારના સભ્યોનો આરોપ છે કે લગ્ન પછી પણ બંને વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો અને પરિસ્થિતિ બગડતી રહી.
બાળકને છીનવવાની કોશિશમાં કરી હત્યા
પ્રીતિ છેલ્લા 10 દિવસથી તેના પિયરમાં રહેતી હતી. ગઈકાલે રાત્રે આરોપી અમિત અચાનક ત્યાં પહોંચ્યો અને સીધો જ રૂમમાં ઘૂસી ગયો હતો. તે પત્ની પાસેથી બાળકને છીનવવાનો પ્રયાસ કરવા લાગ્યો. જ્યારે પ્રીતિએ તેનો વિરોધ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા અમિતે ચાકુથી તેના પર ઉપરાછાપરી હુમલો કરી દીધો. બૂમાબૂમ સાંભળીને જ્યારે સાસુ અને સસરા તેને બચાવવા દોડી આવ્યા, ત્યારે આ માથાફરેલા શખ્સે તેમના પર પણ હુમલો કર્યો. આ હુમલામાં પત્ની પ્રીતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે અને સાસુ સુશીલા દેવીનું પણ ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે સસરા અંતુ ગુપ્તા ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને અંજામ આપનાર આરોપી ઘટના સ્થળે જ ફરાર થઈ ગયો હતો.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. મૃતકની બહેને આક્ષેપ કર્યો છે કે અમિત અગાઉ પણ પ્રીતિ સાથે મારપીટ કરતો હતો. હાલમાં પોલીસ ફરાર આરોપી અમિતને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકના પરિવારનો આરોપ છે કે લગ્ન પછી અમિત પ્રીતિને ઘરે લઈ જવાને બદલે બીજે ક્યાંક લઈ ગયો અને તેના પર હુમલો કર્યો. પ્રીતિ છેલ્લા 10 દિવસથી તેના માતાપિતાના ઘરે રહેતી હતી. મૃતકની બહેને જણાવ્યું કે અમિત ગઈકાલે રાત્રે ચોરીછૂપીથી તેના સાસરિયાના ઘરે પહોંચ્યો હતો. તેણે તેની પત્નીના રૂમમાં ઘૂસીને બાળકને છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પ્રીતિએ પ્રતિકાર કર્યો ત્યારે અમિતે તેના પર છરીથી હુમલો કર્યો. જ્યારે તેની માતા અને પિતા તેની ચીસો સાંભળીને તેને બચાવવા આવ્યા, ત્યારે પાગલ વ્યક્તિએ તેમને પણ છોડ્યા નહીં. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને ફરાર આરોપીની શોધ શરૂ કરી છે.
