
ભરતીની મુખ્ય વિગતો
તમને જણાવી દઈએ કે, આ ભરતી હોમગાર્ડ્સ કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા બહાર પડાઈ છે. જેમાં કાનૂની સલાહકાર (વર્ગ-2 સમકક્ષ)ની 1 ખાલી જગ્યા પર યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવાની છે. પસંદ થયેલા ઉમેદવારે અમદાવાદમાં રહીને સેવા આપવી પડશે. રસ ધરાવતા ઉમેદવારો તારીખ 8 મે 2026 સુધીમાં અરજી કરી શકે છે. નોંધનીય છે કે, પસંદ થયેલા ઉમેદવારને દર મહિને 60,000 રૂપિયા પગાર મળવાપાત્ર છે.
શું લાયકાત હોવી જોઈએ?
આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારે ચોક્કસ ધોરણોને પૂર્ણ કરવા આવશ્યક છે. જેમાં, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં નિપુણતા ફરજિયાત છે. ઉમેદવારની ગુજરાત બાર કાઉન્સિલમાં ફરજિયાત નોંધણી હોવી જોઈએ. ઉમેદવાર પાસે ફરજિયાત CCC+ અથવા સમકક્ષ કમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવાર પાસે સરકારી અથવા અર્ધ-સરકારી ક્ષેત્રોમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અને વકીલાતમાં 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદામાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી (LLB/LLM) હોવી ફરજિયાત છે.
અરજી કેવી રીતે કરવી?
આ ભરતી માટે અરજી પ્રક્રિયા 24 એપ્રિલથી 8 મે સુધી ચાલશે. રસ ધરાવતા ઉમેદવારો હોમગાર્ડ્સ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ www.homeguards.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે. વેબસાઇટ પર ગયા બાદ અરજી ફોર્મ અને નિયમો ધરાવતો ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો. બધી જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભરો. બધા જરૂરી શૈક્ષણિક અને અનુભવ પ્રમાણપત્રોની નકલો જોડો. ત્યાર બાદ તમારી અરજી અને અન્ય જરૂરી દસ્તાવેજો પોસ્ટ કે કુરિયર દ્વારા ‘ડિરેક્ટર જનરલ, હોમગાર્ડ્સ, ગુજરાત રાજ્યનું કાર્યાલય, હોમગાર્ડ ભવન, લાલ દરવાજા, અમદાવાદ – 380001.’ આ એડ્રેસ પર મોકલવું જરૂરી છે.