આભમાંથી વરસશે અગનગોળા! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

Spread the love

ગરમીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે રાજ્યમાં હજુ આગ વરસાવતી ગરમી પડશે. અમદાવાદમાં 43 ડિગ્રીની આસપાસ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 43થી 44 ડિગ્રી તાપમાનનું અનુમાન છે.

અંબાલાલ પટેલના મતે ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રી રહેશે. પાલનપુર, ધાનેરા, થરાદમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહી શકે છે.

પાટણ, હારીજ, ડીસા, સમી, મોઢેરા, બેચરાજીમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહેશે. રાજકોટના ભાગોમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. અંબાલાલ પટેલે 29-30 એપ્રિલથી ગરમીમાં ઘટાડો થવાની આગાહી કરી હતી.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં હજુ આગ વરસાવતી ગરમી પડશે. આજે પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. કેટલાક વિસ્તારોમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. કચ્છ, મોરબીમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે. પાટણ, સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. આજે અમદાવાદ, બોટાદ, રાજકોટ, પોરબંદરમા ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

આજે પણ કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે કચ્છ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં યલો અલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રવિવારે અમદાવાદમાં તાપમાનનો પારો 44.8 ડિગ્રી સુધી પહોંચતા ચાલુ સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો, જે એપ્રિલ મહિનાના ઈતિહાસમાં ત્રીજી વાર નોંધાયેલી રેકોર્ડબ્રેક ગરમી છે.

હવામાન વિભાગે આજે સોમવારે પણ શહેરમાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે, જેમાં તાપમાન 45 ડિગ્રીની સપાટી વટાવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત અમરેલીમાં 44.5 ડિગ્રી, રાજકોટમાં 44.4 ડિગ્રી, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી, ભુજમાં 43.8 ડિગ્રી, વડોદરામાં 43 ડિગ્રી, ડીસામાં 42.8 ડિગ્રી, સુરતમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધું હોવાથી બફારો પણ વર્તાઈ રહ્યો છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનોને કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને હીટવેવની સ્થિતિના કારણે આરોગ્ય વિભાગે નાગરિકોને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા તથા પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા સૂચના આપી. સુતરાઉ કપડા પહેરવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી, છાસ અને લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરવાની સલાહ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *