બાલેન શાહ પર સંકટ, મંત્રીઓના રાજીનામા બાદ સંસદ સત્ર સસ્પેન્ડ, શું નેપાળમાં ફરી પલટાશે સત્તા?

Spread the love

નેપાળના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. વડાપ્રધાન બાલેન શાહના શપથ લીધાના માંડ 1 મહિનામાં જ તેમની કેબિનેટમાંથી બે દિગ્ગજ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે સરકારની ભલામણ પર સંસદના બંને ગૃહોના સત્રને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધું છે. આ ઘટનાક્રમ બાદ વિપક્ષ હવે બાલેન શાહ સરકાર સામે મોરચો ખોલવાની તૈયારીમાં છે.

સંસદ સત્ર સસ્પેન્ડ અને મંત્રીઓના રાજીનામા

 

સત્ર મુલતવી: 30 એપ્રિલથી શરૂ થનારું સંસદ સત્ર રદ કરવામાં આવ્યું છે, જેનાથી વિપક્ષમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

ગૃહમંત્રીનું રાજીનામું: ગૃહમંત્રી સુદાન ગુરુંગે એક વેપારી સાથેના કથિત આર્થિક સંબંધોના વિવાદ બાદ રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે ગુરુંગે જ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરાવી હતી.

 

શ્રમ મંત્રીની બરતરફી: 9 એપ્રિલના રોજ શ્રમ મંત્રી દીપ કુમાર શાહને પદનો દુરુપયોગ કરવા બદલ હટાવવામાં આવ્યા હતા.

 

Nepalનો અસ્થિર રાજકીય ઈતિહાસ

 

નેપાળમાં (Nepal)લોકશાહી આવ્યા બાદ સ્થિરતા માટે સંઘર્ષ ચાલુ છે:

 

વિક્રમી સરકારો: વર્ષ 2008 થી અત્યાર સુધીમાં નેપાળમાં 14 અલગ-અલગ સરકારો બની છે.

 

કાર્યકાળ: હજુ સુધી કોઈ પણ સરકારે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. જો બાલેન શાહ આ સરકાર બચાવી લે છે, તો તે નેપાળના ઈતિહાસમાં એક નવો વિક્રમ હશે.

 

આર્થિક સંકટ અને ચીનનો પ્રભાવ

 

રાજકીય અસ્થિરતાની સીધી અસર નેપાળની(Nepal) અર્થવ્યવસ્થા પર પડી છે:

 

દેવું: ચીને ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ (BRI) હેઠળ નેપાળને (Nepal) દેવામાં ડૂબાડી દીધું છે.

 

વેપાર: નેપાળના (Nepal) બજારો ગેરકાયદેસર ચીની સામાનથી ભરાઈ ગયા છે, અને વિદેશી રોકાણ અત્યારે લગભગ શૂન્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *