ઉત્તર ગુજરાતના પરિણામોથી શું કોંગ્રેસ ફરી બેઠી થશે? અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું જોરદાર કમબેક

Spread the love
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. તો કોંગ્રસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થઈ ગયા છે. ફાઈનલ આંકડા પર વાત કરીએ તો, ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાંથી 15 પર ભાજપે કબજો મેળવ્યો છે. 84 નગરપાલિકાઓમાંથી 78 ભાજપને મળી. તો 34 જિલ્લા પંચાયતોમાંથી 33 અને 260 તાલુકા પંચાયતમાંથી 250 જેટલી ભાજપને ફાળે ગઈ છે.

જોકે, આ વચ્ચે એક મોટો ઉલટફેર જોવા મળ્યો. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું સારું પરર્ફોમન્સ જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતમાં કેટલીક બેઠકો પર કોંગ્રેસ સારી એવી ટક્કર આપી શક્યું છે. કોંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા જીતી શકી નથી. પરંતું ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોંગ્રેસનું સારું પરર્ફોમન્સ જોવા મળ્યું છે. આ જોતા કહી શકાય કે, કોંગ્રસે ઉત્તર ગુજરાતમાં પોતાનો ગઢ સાચવી રાખ્યો છે.

 

ઉત્તર ગુજરાતના જિલ્લાવાર બેઠકોના ફાઈનલ આંકડા નીચે મુજબ છે.

મહેસાણા (નવી મહાનગરપાલિકા)

મહેસાણા પ્રથમ વખત મહાનગરપાલિકા તરીકે ચૂંટણીમાં ગયું હતું, જેમાં ભાજપનો એકતરફી વિજય થયો છે.

 

મહાનગરપાલિકા (કુલ ૫૨ બેઠકો):

ભાજપ: ૪૭ બેઠકો

કોંગ્રેસ: ૦૫ બેઠકો

AAP: ૦૦ બેઠક

 

બનાસકાંઠા (૩ દાયકા બાદ ભાજપનો કબજો)

 

બનાસકાંઠામાં ભાજપે ૩૦ વર્ષ પછી જિલ્લા પંચાયત કબજે કરી છે, પરંતુ તાલુકા સ્તરે રસાકસી રહી છે.

 

જિલ્લા પંચાયત (કુલ ૩૬ બેઠકો):

ભાજપ: ૨૫ બેઠકો

કોંગ્રેસ: ૧૧ બેઠકો

 

તાલુકા પંચાયત હાઈલાઈટ્સ:

થરાદ: ૨૪ માંથી ૨૩ બેઠકો જીતીને ભાજપે ક્લીન સ્વીપ કર્યું.

ધનેરા: અહીં કોંગ્રેસે ૨૪ માંથી ૨૦ બેઠકો જીતીને ભાજપને મોટો ઝટકો આપ્યો છે.

 

નગરપાલિકા (થરાદ): ૨૪ માંથી ૧૯ બેઠકો જીતી ભાજપે પ્રથમ વખત બહુમતી સાથે સત્તા મેળવી.

 

પાટણ

પાટણમાં પરિણામો મિશ્ર રહ્યા છે, જ્યાં શહેરમાં ભાજપ અને ગામડામાં કોંગ્રેસનું જોર જોવા મળ્યું છે.

 

નગરપાલિકા (પાટણ):

ભાજપ: ૨૩ બેઠકો

કોંગ્રેસ: ૧૮ બેઠકો

અપક્ષ: ૦૨ બેઠકો

 

તાલુકા પંચાયત (પાટણ):

કોંગ્રેસ: ૧૩ બેઠકો (બહુમતી સાથે વિજય)

ભાજપ: ૦૭ બેઠકો

 

સાબરકાંઠા અને અરવલ્લી

આ બંને જિલ્લાઓમાં ભાજપે પોતાની પકડ જાળવી રાખી છે.

સાબરકાંઠા: હિંમતનગર નગરપાલિકામાં ભાજપે ૩૬ માંથી ૩૦ બેઠકો જીતીને વિજય મેળવ્યો છે.

અરવલ્લી: મોડાસા નગરપાલિકા અને તાલુકા પંચાયત બંનેમાં ભાજપનું શાસન યથાવત રહ્યું છે, કોંગ્રેસ બીજા ક્રમે છે.

 

ઉત્તર ગુજરાતનું ઓવરઓલ વિશ્લેષણ:

 

ભાજપની સફળતા: મહેસાણા મનપાની જીત અને ૩૦ વર્ષ પછી બનાસકાંઠા જિલ્લા પંચાયત કબજે કરવી એ ભાજપ માટે સૌથી મોટી સિદ્ધિ છે.

કોંગ્રેસની લડત: સમગ્ર ગુજરાતમાં પછડાટ છતાં, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ બતાવ્યું છે. ખાસ કરીને પાટણ તાલુકા પંચાયત અને બનાસકાંઠાના ધનેરામાં કોંગ્રેસે ભાજપને હરાવ્યું છે.

નિષ્કર્ષ: ઉત્તર ગુજરાતમાં હવે રાજકારણ શહેરોમાં ભાજપ અને ગ્રામીણ વિસ્તારોમાં રસાકસી તરફ વળ્યું છે. ૧૫ નવી મહાનગરપાલિકાઓમાં મહેસાણાનો સમાવેશ થતા ભાજપને શહેરી મતદારોનો મોટો ટેકો મળ્યો છે.

અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું જોરદાર કમબેક

અરવલ્લીનું પરિણામ ભાજપ માટે ચોંકાવનારું છે. અરલવ્લી જિલ્લા પંચાયતમાં ભાજપે પોતાનો દબદબો જમાવી રાખ્યો છે, પરંતુ કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપતા જિલ્લા પંચાયતની 9 બેઠકો પોતાના નામે કરી છે. અરવલ્લીના ટ્રાયબલ વિસ્તારમાં ભાજપના સૂપડાસાફ થઈ ગયા છે. ભિલોડા, શામળાજી, મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સત્તા મળી છે. મોડાસા તાલુકા પંચાયતમાં ટાઈ પડતા હાઈવોલ્ટેજ સ્થિતિ સર્જાઈ હતી. ધનસુરા, માલપુર, બાયડ અને સાઠબામાં ભાજપની તાલુકા પંચાયત બની છે. આમ, અરવલ્લી જિલ્લા પંચાયત પણ ભાજપનું શાસન યથાવત છે. વર્તમાન મંત્રી અને પૂર્વ મંત્રીના વિસ્તારમાં પણ ભાજપની બેઠકો ઓછી થયેલી જોવા મળી. ભાજપ જિલ્લા પ્રમુખના ગઢમાં પણ કોંગ્રેસની સત્તા મળી છે. ચોંકાવનારી બાબત એ છે કે, અહીં ગત ટર્મમાં એક પણ જગ્યાએ કોંગ્રેસ સત્તાન ન હતી. છતાં આ વખતે પરિણામો બદલાયા છે.

 

બનાસકાંઠામાં પણ કોંગ્રેસ છવાયું

બનાસકાંઠાની વાત કરીએ તો, પાલનપુર, ડીસા અને ધાનેરા ત્રણેય નગરપાલિકા ઉપર ભાજપની સત્તા જોવા મળી છે. પરંતું બનાસકાંઠા જિલ્લા પંચાયતની સૌથી મોટી કાણોદર સીટ કોંગ્રેસે હાંસિલ કરી છે. કાણોદર જિલ્લા પંચાયતમાં આવતી પાલનપુર તાલુકા પંચાયતની વાસણા, કાણોદર, બાદરગઢ, ભાગળ અને જસલેણી સહિત 5 સીટો ઉપર પણ કોંગ્રેસનો કબજો જોવા મળ્યો.

 

આ નગરપાલિકાઓમાં કોંગ્રેસ સચવાઈ

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ભલે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હોય. પરંતું કોંગ્રેસે તાલુકા અને જિલ્લા પંચાયતમાં અનેક જગ્યાઓએ સારી ટક્કર આપી છે. કોંગ્રેસનું શાનદાર પરર્ફોમન્સ છે, માત્ર જીતથી વંચિત રહી ગઈ છે. નગરપાલિકાઓની વાત કરીએ તો, વડાલી, રાવલ સિક્કા, માળિયા હાટીના, આમોદ નગરપાલિકાઓમાં કોંગ્રેસની જીત થઈ છે. ભરૂચની આમોદ નગરપાલિકામાં 24 માથી 15 બેઠકો કોંગ્રેસને મળી છે. તો માત્ર 9 બેઠકો ભાજપને મળી છે.

બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની લહેર યથાવત જોવા મળી. ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાઓમાં કોંગ્રેસે ભાજપની ટક્કરનો સારો સામનો કર્યો. કોંગ્રેસ ભલે હાર સુધી પહોચી ન હોય, પરંતું સારા એવા આંકડા પાર કરી લીધા છે. ઉત્તર ગુજરાતની તાલુકા પંયાયતમાં કોંગ્રેસે જે સપાટો બોલાવ્યો છે. તેવું તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ક્યાંય જોવા નથી મળ્યું.

 

ઉત્તર ગુજરાતની તાલુકા પંચાયતની બેઠકોની વાત કરીએ તો….

 

સિધ્ધપુરની તાલુકા પંચાયતની ૨૨ માંથી ૧૪ કોંગ્રેસ

શામળાજી તાલુકા પંચાયતમાં ૧૬ માંથી ૯ કોંગ્રેસ

પાટણ તાલુકા પંચાયતમાં ૨૦ માંથી ૧૩ કોંગ્રેસ

ભીલોડા તાલુકા પંચાયતમાં ૨૦ માંથી ૧૩ કોંગ્રેસ

મોડાસા તાલુકા પંચાયતમાં ૨૦ માંથી ૧૦ કોગ્રેસ

હળાદ તાલુકા પંચાયતમાં ૧૬ માંથી ૧૨ કોંગ્રેસ

પાલનપુર તાલુકા પંચાયતમાં ૩૪ માંથી ૨૨માં કોંગ્રેસ

દિયોદરમાં ૨૨ માંથી ૧૨ મેળવીને દબદબો રાખ્યો

અંબાજીમાં ભાજપના ગઢમાં ગાબડું, કોંગ્રેસે મારી બાજી

અંબાજી તાલુકા પંચાયતની બેઠક નંબર 1, 2 અને 3 પર કોંગ્રેસના ઉમેદવારોનો શાનદાર વિજય થયો છે. આ બેઠકો પર વર્ષોથી ભાજપનું પ્રભુત્વ હતું, પરંતુ આ વખતે કોંગ્રેસે આ મજબૂત ગઢમાં ગાબડું પાડ્યું છે. હંમેશા ભાજપ તરફી રહેતા મતદારોએ આ વખતે પરિવર્તન લાવીને કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અંબાજીમાં કોરિડોર વિકાસ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરીને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘરો હટાવવાની કાર્યવાહીથી નારાજ મતદારોએ ચૂંટણીમાં પોતાનો આક્રોશ મતાધિકાર દ્વારા ઠાલવ્યો છે. ભાજપના શાસન વાળી બેઠકો પર વિજય મેળવતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *