બજારમાં મંદીનો મુગેમ્બો આવી રહ્યો છે, તૈયારી રાખજો, કોણે કરી આગાહી, વાંચો

Spread the love

ખુબ જ જાણીતા પુસ્તક રિચ ડેડ પુઅર ડેરના લેખક અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા રોબર્ટ કિયોસાકીનું એક નવી પોસ્ટ સામે આવી છે. જેમાં તેમણે ઈતિહાસની સૌથી મોટા ક્રેશની ચેતવણી આપી છે. તેમણે પોતાની એક્સ પોસ્ટમાં એકવાર ફરીથી ઈકોનોમિક ક્રેશ દ્વારા અમીર બનવાનો કિમિયો ગણાવ્યો છે અને ઘટાડામાં ખરીદીની સલાહ આપી છે.

શું છે વાયરલ પોસ્ટમાં રોબર્ટ કિયોસ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે આ વખતે આવનારા ક્રેશમાં કદાચ એક મોટું ડિપ્રેશન હોઈ શકે છે.

તમારે તેને સમજવું પડશે. તેમણે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે જ્યારે દુનિયામાં ઈકોનોમિક ક્રેશ અને મંદી આવી છે ત્યારે દર વખતે હું વધારે અમીર થયો છું. પછી વાત 1987, 2000.2008, 2015, 2019, 2022 સુધી કોઈ પણ ક્રેશ કેમ નહોય. હું અમીર થયો, ગરીબ નહીં.

 

આવશે મોટું ક્રેશ!

રિચ ડેડ પુઅર ડેડના લેખકે પોસ્ટમાં આગળ પોતાની વોર્નિંગ દોહરાવતા કહ્યું કે હવે 2027-27માં ક્રેશ આવવાનું છે. આ સૌથી મોટા ક્રેશમાં ફરીથી વધુ અમીર બનવાનો પ્લાન ઘડી રહ્યો છું. હું ગરીબ નહીં બનું. આ સાથે તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે હું તમારા માટે પણ આવું જ ઈચ્છુ છું. તેમણે ક્રેશમાં અમીર બનવાની રીતો વિશે પણ જણાવ્યું.

સેલ પર મોટી એસેટ્સ ખરીદો

રોબર્ટ કિયોસ્કીના જણાવ્યાં મુજબ જો ક્રેશમાં ધનાઢ્ય બનવું હોય તો ખરીદી માટે તૈયાર રહેવું પડશે. વાત જાણે એમ છે કે ઈકોનોમિક ક્રેશ, મંદી કે પછી ડિપ્રેશનમાં સામાન્ય રીતે મોટી એસેટ્સ સેલ પર જતી રહે છે એટલે કે સસ્તા ભાવે ઉપલબ્ધ હોય છે. ત્યારે આવી એસેટ્સને સેલ પ્રાઈઝ પર ખરીદીને અમીર બની શકાય છે. રોકાણકારોને ખરીદીની સલાહ આપતા તેમણે પોતાની પોસ્ટના અંતમાં લખ્યું કે તમારો ખ્યાલ રાખો.

 

કિયોસાકીની ગત સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર ફેરવીએ તો તેમણે ઈતિહાસના સૌથી મોટા ક્રેશની નજીક હોવાની વોર્નિંગ અનેકવાર આપેલી છે. આ ચેતવણી માટે હંમેશા તેઓ વર્ષ 2013માં છપાયેલી રિચ ડેડ્સ પ્રોફેસીની વાત કરે છે અને કહે છે કે તેમાં મે ઈતિહાસના સૌથી મોટા સ્ટોક માર્કેટ ક્રેશ વિશે ચેતવણી આપી હતી, જે હજુ પણ આવી રહ્યો છે અને હવે આવવાનો જ છે.

 

સોનું-ચાંદી અને બિટકોઈન જ સહારો

જાણીતા લેખકની ક્રેશ વોર્નિંગ અને રોકાણની સલાહમાં સૌથી આગળ સોનું અને ચાંદી તથા પ્રમુખ ક્રિપ્ટોકરન્સી બિટકોઈન છે. તેઓ એવું કહેતા નજરે ચડ્યા કે આ એસ્ટ્સ ક્રેશમાં પણ અમીર બનાવી શકે છે. આવામાં અસલી સોનું, ચાંદી, ઈથેરિયમ, બિટકોઈન ખરીદો. જ્યારે ડોલર, શેર, બોન્ડ જેવી ફેક કરન્સીથી દૂર રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *