ગુજરાતના આંગણે વધુ એક વૈશ્વિક બેઠકની તૈયારી: 11-12 મેના રોજ BRICS દેશોની હાઈલેવલ બેઠકની તૈયારી, PM મોદી હાજરી આપશે

Spread the love

ગાંધીનગર ટૂંક સમયમાં વધુ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠકનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.

 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, BRICS દેશોની હાઈ લેવલ બેઠક આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગર ખાતે યોજાઈ શકે છે. આ બેઠક શહેરની લીલા હોટલમાં યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે.

 

દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી ચર્ચા બાદ હવે આ આંતરરાષ્ટ્રીય બેઠક ગાંધીનગરમાં મળવાની શક્યતા છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી પણ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે, જે આ કાર્યક્રમને વિશેષ મહત્વ આપશે.

 

ન્યૂ ટેક્નોલોજી, આર્થિક સહકારી અને ઈનોવેશન જેવા મુદ્દા પર ચર્ચા થઈ શખે

 

સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં વૈશ્વિક પોલિસી ડાયરેકશન, આર્થિક સહકાર, નવી ટેક્નોલોજી, ઇનોવેશન અને ભવિષ્યની વિકાસ નીતિઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ખાસ કરીને બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં BRICS દેશો વચ્ચે સંકલન મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે.

રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા બેઠકને ધ્યાનમાં રાખીને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ બેઠક ગાંધીનગર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતની રાજધાનીમાં આવી હાઈ-પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય બેઠક યોજાવા જઈ રહી હોવાથી રાજ્યની વૈશ્વિક રાજદ્વારી ઓળખને વધુ મજબૂતી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *