અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ખેલાડીઓએ પ્રૅક્ટિસ કરી હતી
અમે પાવરપ્લેમાં વિકેટ લેવામાં ખૂબ સારા રહ્યા છીએ : આરસીબીના મુખ્ય કોચ એન્ડી ફ્લાવર
અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે સાંજે સાડા સાત વાગ્યે ૪૨ મી મેચ રમાશે જેમાં જીટી ૮ માંથી ૪ મેચ જીતી ૮ પોઈન્ટ્સ સાથે છે તેથી આજે જીતીને ૧૦ પોઈન્ટ કરવાની તૈયારી સાથે જ્યારે બેંગલારુ ૬ જીત સાથે ૧૨ પોઈન્ટથી ૧૪ પોઈન્ટ કરી પ્લેઓફમાં આગળ વધવાની કોશિશ કરશે.જીટી આરસીબી સામે અગાઉ એક મેચ હારી ચૂક્યું છે.

આજની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ માં જીટી સહાયક કોચ પાર્થિવ પટેલનો અભિપ્રાય હતો કે પિચ સારી છે તેમાં કોઈ વાંધો નથી.અમારી પાસે બોલિંગ વિકલ્પોમાં ખૂબ જ સારી ક્ષમતા છે,” અમારી પાસે બોલિંગ વિકલ્પમાં વોશિંગ્ટન સુંદર,રાશિદ ખાન
મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, જેસન હોલ્ડર, પ્રસિદ્ધ કૃષ્ણ / અરશદ ખાન સહિત અમારી પાસે સાત બોલરો છે
જે ચાર-ચાર ઓવર ફેંકી શકે છે. એવું નથી કે અમારે પાર્ટ-ટાઇમ બોલરોથી કામ ચલાવવું પડશે.”મિડલ ઓર્ડર સહિત ટીમ સારું પ્રદર્શન કરવા પૂર્ણ રીતે તૈયાર છે.

આરસીબીના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે જણાવ્યું હતું કે
અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સનો સ્કોર 3.5 ઓવરમાં છ વિકેટે આઠ રન હતો જેમાં ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે ભારે તબાહી મચાવી હતી આમ પ્રથમ છ ઓવરમાં જ ઘણી વિકેટો લઈને વિરોધી ટીમને પાછળ છોડી દીધી છે.અમે પાવરપ્લેમાં વિકેટ લેવામાં ખૂબ સારા રહ્યા છીએ, અને અમે ગયા સિઝનમાં પણ તે સારું પ્રદર્શન કર્યું હતું.RCB પાસે ઓલ-વેધર આક્રમણ છે.અમે ૭૫% રેડ-સોઇલ પીચ પર રમ્યા છીએ.ગયા વર્ષે અમે જે ફાઇનલ પર રમ્યા હતા તે જ મેદાન છે. પરંતુ અમારી સામે જે પણ પરિસ્થિતિઓ મૂકવામાં આવે છે તેમાં અમે આરામદાયક છીએ.”ફ્લાવરે એમ પણ કહ્યું કે RCB એ આઠ મેચમાં છ જીત મેળવી છે તે ભૂલી જવું અને નવી શરૂઆત કરવી મહત્વપૂર્ણ છે.રમતની અનિયમિતતા અને અણધારીતાને સ્વીકારવી વધુ સારું છે.”



