મત ગણતરી મામલે મમતા બેનરજીને કોર્ટનો સુપ્રીમ આંચકો

Spread the love

તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કપિલ સિબ્બલે TMCનો પક્ષ રજૂ કર્યો, પરંતુ પાર્ટીને કોઈ રાહત મળી નહીં અને કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવી હતી. કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે ચૂંટણી પંચ એકતરફી નિર્ણય લઈ શકતું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે આશંકા વ્યક્ત કરીએ છીએ કે એડિશનલ ચીફ ઇલેક્શન ઓફિસર (ACEO)ના આદેશથી મતગણતરીમાં ગરબડ થઈ શકે છે.

TMCએ શું કહ્યું?

 

TMCએ દલીલ કરી હતી કે કાઉન્ટિંગ સુપરવાઇઝર તરીકે રાજ્યના કર્મચારીઓની નિમણૂક કેમ કરવામાં આવી રહી નથી? બંધારણની કલમ 324નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ મનમાની કરી રહ્યું છે અને રાજ્યના કર્મચારીઓની નિષ્ઠા પર સવાલ ઉઠાવી રહ્યું છે.

 

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા આક્ષેપો કરી શકાતા નથી. રાજ્ય કે કેન્દ્ર – બંનેના કર્મચારીઓ ચૂંટણી પંચના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ત્યાં માત્ર કાઉન્ટિંગ સુપરવાઇઝર જ નહીં હોય, પણ ઉમેદવારોના પ્રતિનિધિઓ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહેશે. તેથી કોઈ ગરબડની આશંકા માટે પૂરતો આધાર નથી.

 

TMCને સુપ્રીમ કોર્ટથી ઝટકો

 

TMCને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે એડિશનલ CEOના નિર્ણયમાં દખલ કરવા ઈન્કાર કર્યો છે.

 

ચૂંટણી પંચે શું કહ્યું?

 

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે એક કર્મચારી રાજ્ય સરકાર તરફથી પણ રહેશે. આ જવાબની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી, પરંતુ પંચના સર્ક્યુલરમાં કોઈ દખલ કરી નથી.

TMCને રાહત નહીં

 

TMCને કોઈ રાહત મળી નથી અને તેની અરજી ફગાવી દેવામાં આવી છે.

 

ચોથી મેએ આવશે પરિણામો

 

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી-પ્રથમ તબક્કો 23 એપ્રિલે અને બીજો તબક્કો 29 એપ્રિલે યોજાયો હતો. ચૂંટણીનાં પરિણામો ચોથી મેએ જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *