સાચો દેશપ્રેમ કોને કહેવાય, તે ભાવનગરના 84 વર્ષીય જનાર્દન ભટ્ટે સાબિત કરી બતાવ્યું છે. SBIના એક સામાન્ય નિવૃત્ત ક્લર્ક તરીકે, તેમણે અને તેમના પત્નીએ પોતાની આખા જીવનની જમાપુંજી રૂ. 1 કરોડ 2017માંનેશનલ ડિફેન્સ ફંડ (NDF) માં દાન કરી દીધી છે. શહીદ જવાનોના સમાચાર અને સરહદ પર તેઓ જે કઠિન પરિસ્થિતિઓમાં લડે છે તે જોઈને ભટ્ટ સાહેબનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે આ ઐતિહાસિક નિર્ણય લીધો.
આ દાન તેમની મહેનતની કમાણી અને સમજદારીપૂર્વક કરેલા રોકાણનું પરિણામ હતું. જનાર્દનભાઈ હંમેશા ‘ગુડ સમરિટન’ રહ્યા છે; બેંક યુનિયન નેતા તરીકે સાથીદારોની મદદ કરવાની વાત હોય કે આ પહેલા કોઈની મદદ માટે રૂ.54 લાખ ખર્ચવાની, તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. સેલિબ્રિટીઝ તો દાન કરે જ છે, પરંતુ એક સામાન્ય નાગરિક જ્યારે આવું અસાધારણ પગલું ભરે છે, ત્યારે તે આખા દેશ માટે પ્રેરણા બની જાય છે.