
ભાજપની આ જીત પાછળ અનેક કારણો જવાબદાર છે. પરંતુ ખાસ કરીને તો ભાજપે જીત પહેલા જ પશ્ચિમ બંગાળને લઈને પોતાનો પ્લાન તૈયાર કર્યો હતો. ભાજપનો પ્લાન એ- ચૂંટણી જીતવાનો હતો જેના પર તે લગભગ સફળ થતો જોવા મળે છે. જ્યારે પ્લાન-B હેઠળ પશ્ચિમ બંગાળને તેની ગુમાવેલી ઓળખ પાછી અપાવવાની છે.
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળ જે એક સમયે ભારતનું ઔદ્યોગિક પાવરહાઉસ હતું, રાજ્યમાં એક થી એક ચડિયાતા ઉદ્યોગો હતા ત્યારે આજના સમયમાં જે રીતે લોકો રોજગાર માટે દિલ્હી-મુંબઈ, ગુજરાત આવે છે થોડા દાયકા પહેલા લોકો પશ્ચિમ બંગાળ જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દાયકામાં ઔદ્યોગિક સ્થિરતા અને પલાયનનું રાજ્ય સાક્ષી રહ્યું છે.
ચૂંટણી પહેલા જ ભાજપે નક્કી કરી લીધુ હતું!
પશ્ચિમ બંગાળમાં ભાજપે પતોાના વિઝન દસ્તાવેજ અને ચૂંટણી ઢંઢેરાઓમાં ઔદ્યોગિક પુર્નરુદ્ધારને હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. ભાજપનો દ્રષ્ટિકોણ રાજ્યના જૂના ઔદ્યોગિક ગૌરવને પાછા લાવવા અને તેને આધુનિક અર્થવ્યવસ્થા અનુરૂપ બનાવવા પર કેન્દ્રિત છે. ભાજપની રણનીતિ છે કે પશ્ચિમ બંગાળમાં સૌથી પહેલા રોકાણ માટે અનુકૂળ માહોલ તૈયાર કરવાનો છે. પશ્ચિમ બંગાળની ભૌગોલિક સ્થિતિ અને પ્રાકૃતિક સંસાધન જો યોગ્ય નીતિગત હસ્તક્ષેપની સાથે જોડાઈ જાય તો રાજ્ય એકવાર ફરીથી રુહર બેલ્ટ જેવી ઔદ્યોગિક શક્તિ બની શકે છે. જો કે આ યોજનાની સફળતાનો દારોમદાર એના પર છે કે પાર્ટી કઈ રીતે જૂની ઔદ્યોગિક સમસ્યાઓ (જેમ કે જમીન સંપાદન, અને શ્રમ કાયદા) વચ્ચે સંતુલન જાળવીને નવી અર્થવ્યવસ્થા માટે જગ્યા બનાવે છે.
ભાજપનો ઔદ્યોગિક રોડમેપ અને રણનીતિ….
1. બંધ પડેલી મિલોને ચાલુ કરવી
ભાજપનું મુખ્ય ફોકસ વર્ષોથી બંધ પડેલી જ્યૂટ મિલોને ફરીથી ચાલુ કરવા પર છે. પાર્ટીનું વચન છે કે આ યુનિટ્સને ટેક્નિકલ મદદ અને પૂંજી ઉપલબ્ધ કરાવીને હાઈટેક બનાવવામાં આવશે, જેથી કરીને ફરીથી રોજગારના સાધન બની શકે. એક સમયે પશ્ચિમ બંગાળમાં જ્યૂટ ઉદ્યોગ રોજગારનો સૌથી મોટો વિકલ્પ હતો.
2. MSMEને પ્રોત્સાહન
જીત બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપે MSME માટે એક સમર્પિત નિગમ બનાવવાની યોજના બનાવી છે. જે હેઠળ યુવાઓને ઉદ્યમી બનાવવા માટે નાણાકીય મદદ ત રીકે 10 લાખ રૂપિયા સુધી (જેમાં અનુદાન અને વ્યાજમુક્ત કરજ સામેલ છે)નો પ્રસ્તાવ છે. આ પગલું સ્થાનિક સ્તર પર વિનિર્માણને ગતિ આપવા માટે ભરવામાં આવ્યું છે.
3. કોલકાતા આસપાસના વિસ્તારનો કાયાકલ્પ
ભાજપના સોનાર બાંગ્લા વિઝનમાં ગ્રેટર કોલકાતાનો રોડમેપ સામેલ છે. જે હેઠળ કોલકાતાની આસપાસના પરા વિસ્તારોને જોડીને એક વૈશ્વિક ઔદ્યોગિક હબ બનાવવાનો લક્ષ્ય છે. આ સાથે જ હલ્દિયા પોર્ટનું મશીનીકરણ, ડીપ સી પોર્ટનો વિકાસ અને સારી રેલ રોડ કનેક્ટિવિટીને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેથી કરીને લોજિસ્ટિક ખર્ચ ઘટી શકે અને નિકાસને પ્રોત્સાહન મળી શકે.
4. વિશેષ ઔદ્યોગિક ક્ષેત્ર (ઈન્ડસ્ટ્રિયલ પાર્ક)
આ ઉપરાંત ભાજપે સિંગુર જેવા વિસ્તારોમાં સમર્પિત ઔદ્યોગિક પાર્ક્સની સ્થાપનાનો પ્રસ્તાવ આપ્યો છે. યોજના મુજબ આ પાર્કોનો એક મોટો હિસ્સો મોટા પાયાના ઉદ્યોગો માટે અને એક ભાગ MSME માટે અનામત રહેશે.
5. રોકાણ માટે અનુકૂળ માહોલ
ભાજપનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાંથી હજારો કંપનીઓનું પલાયન થયું છે. તેના સમાધાન તરીકે, પાર્ટી પ્રશાસનિક પારદર્શકતા, સિંગલ વિન્ડો ક્લિયરન્સ, અને નીતિગત સ્થિરતાનું વચન આપે છે, જેથી કરીને ખાનગી રોકાણકારોનો ભરોસો ફરીથી બહાલ થઈ શકે. આ સાથે જ આઈટી અને સેમીકન્ડક્ટર જેવા ઉભરતા સેક્ટરોમાં રોકાણને આકર્ષિત કરવા ઉપર પણ ભાર મૂકાઈ રહ્યો છે.