અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ: થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં માવઠું

Spread the love
હવામાન વિભાગ દ્વારા આજે 5 મેના રોજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી, ત્યારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કચ્છ, અમરેલી, ગીર, દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખબાક્યો હતો.
જ્યારે રાત્રિના અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ પૂર્વમાં થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.આગામી 10 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન
રાજ્યમાં નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રી કરતા નીચે પહોંચી ગયું છે. તો હજુ પણ 5 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયું છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થતા પવનની દિશા બદલાઈ અને વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉકળાટ અને બફારો યથાવત રહેશે. આગામી 10 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. જો કે અમદાવાદ શહેરમાં 6 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.અમદાવાદમાં 42 ડિગ્રીના અનુમાન સાથે 6 દિવસ માટે યલો એલર્ટ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો માર સહન કરી રહેલા નાગરિકોને ગરમીથી હવે આંશિક રાહત મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે પહોચી ગયું છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમથી લોકોને થોડી રાહતનો અનુભવ થયો હતો.
હવામાન વિભાગની આગાહીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 6 દિવસ માટે સિટીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચી જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.વાતાવરણમાં અચાનક પલટો આવ્યો રાજ્યની આસપાસ અત્યારે ત્રણ જેટલી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેથી તેના કારણે પવનની દિશા બદલાઈ રહી છે. પવનની દિશામાં થયેલા બદલાવને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ગરમીની તીવ્રતા થોડી ઓછી થઈ છે.

ઉકળાટ અને બફારો યથાવત રહેવાની શક્યતા

 

બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉકળાટ અને બફારો યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં ઘટાડો છતાં ભેજના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

 

ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ઉકળાટ સહન કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 10 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં ગરમીથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે.

 

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ-ભેજવાળી હવા ફૂંકાવાની શક્યતા

 

આગામી દિવસોની આગાહી પ્રમાણે 6 અને 7 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે ઉકળાટમાં વધારો થઈ શકે છે. ત્યારબાદ 9 અને 10 તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ યથાવત રહેવાનું અનુમાન છે.

ઉત્તર-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવનું અનુમાન

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. 6 અને 7 તારીખે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવ રહેવાનું અનુમાન છે. 9 અને 10 તારીખે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. 7 દિવસ સુધી તો તાપમાનમાં કોઈપણ મોટો બદલાવ મળશે નહીં. તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે તે રાજસ્થાન અને ગુજરાતથી પસાર થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *