ભારતનું LPG સંકટ હવે અમેરિકાનું હથિયાર! ચીનને Hormuz ખોલવા Trumpએ આપ્યું અલ્ટીમેટમ

Spread the love
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ પર લાગેલી નાકેબંધી હજુ પણ યથાવત છે, જેના પગલે ભારતમાં સર્જાયેલા LPG સંકટનો હવાલો આપીને અમેરિકાએ હવે ચીનને કડક ચેતવણી આપી છે. છેલ્લા બે મહિનાથી વધુ સમયથી આ રસ્તો બંધ હોવાથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઘેરું બન્યું છે અને ખાસ કરીને ભારતના LPG પુરવઠા પર તેની માઠી અસર પડી રહી છે.

ભારતમાં LPG સંકટ અને વધતા ભાવ

 

ભારત પોતાની જરૂરિયાતનો 80-90 ટકા LPG હોર્મુઝના માર્ગે આયાત કરે છે, પરંતુ હાલમાં આ રસ્તો બંધ હોવાથી દેશમાં ગેસની ભારે અછત સર્જાઈ છે. છેલ્લા બે મહિનામાં LPG સિલિન્ડરના ભાવમાં 1300થી વધુનો તોતિંગ વધારો થયો છે. આ ઊર્જા સંકટને ગંભીરતાથી લેતા નવા ગેસ કનેક્શન પર રોક લગાવી દેવામાં આવી છે અને સિલિન્ડર બુકિંગના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

 

અમેરિકાની વ્યૂહરચના: ભારતને બનાવ્યું હથિયાર

 

અમેરિકા હવે ભારતના LPG સંકટને હથિયાર બનાવીને હોર્મુઝનો માર્ગ ફરી શરૂ કરાવવા માટે સક્રિય થયું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ‘ઓપરેશન ફ્રીડમ’ હેઠળ અમેરિકન નેવી ત્યાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરશે. અમેરિકાનું કહેવું છે કે ભારત જેવા મોટા દેશોમાં કરોડો પરિવારો રાંધણ ગેસ પર નિર્ભર છે, તેથી આ રસ્તો ખોલવો માત્ર આર્થિક જ નહીં પણ માનવતાના ધોરણે પણ અત્યંત મહત્ત્વનું છે

ઈરાનનું ભારત પ્રત્યે નરમ વલણ

 

યુદ્ધની સ્થિતિ હોવા છતાં ઈરાને ભારત પ્રત્યે હંમેશા નરમાશ દાખવી છે. ઈરાને ભારતના 8 ટેન્કરોને પસાર થવાની મંજૂરી આપી હતી અને ભારતીયોએ પણ ઈરાન માટે મદદ એકઠી કરી હતી. અમેરિકા હવે ઈરાનના આ નરમ વલણને માનવતાનું રૂપ આપીને તેને હોર્મુઝ ખોલવા માટે મજબૂર કરવા માંગે છે, જેથી ગ્લોબલ એનર્જી ક્રાઈસિસ અટકી શકે.

 

ચીનને અમેરિકાની કડક ચેતવણી

 

અમેરિકાએ ચીન પર આક્ષેપ કર્યો છે કે તે પોતાની જરૂરિયાતનો 90 ટકા હિસ્સો ઈરાન પાસેથી ખરીદે છે અને આ ફંડનો ઉપયોગ ઈરાન યુદ્ધ અને આતંકી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યું છે. અમેરિકાએ ચીનને અપીલ કરી છે કે તે હોર્મુઝનો રસ્તો ખોલાવવામાં મદદ કરે, જેથી ભારત જેવા મોટા ગ્રાહકોને LPG સંકટનો સામનો ન કરવો પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *