સુરત, તા.5 આપણું પોલીસ તંત્ર આમ આદમી કરતા નેતાઓનું વધુ સાંભળ છે. રસ્તા પર વાહનો પસાર થાય તો લોકો રોજ ધૂળ ખાતા હોય છે, વાહનો પસાર થાય તો લોકો રોજ ધૂળ ખાતા હોય છે, વાહનોમાંથી કાંકરી ખરે ને લોકોને વાગે તો તેની નોંધ નથી લેવાતી પણ સુરતના એક મંત્રી જ્યારે કારમાં પસાર થઇ રહ્યા હતા.
ત્યારે એક ડમ્પર તેમની કાર પાસેથી પસાર થતાં ડમ્પરમાં ભરેલ રેતી-પથ્થર મંત્રીની કાર પર પડતા અને કારને નુકસાન થતાં આ મામલે પોલીસને ફરિયાદ કરતાં પોલીસ તંત્ર ધંધે લાગી ગયું હતું.
આરોગ્ય બાબતના કેબિનેટ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરતમાં પોતાની કારમાં રોડ પર જઇ રહ્યા હતા ત્યારે રોેડ પર એક રેતી-પથ્થર ભરેલ ડમ્પર પસાર થતાં ડમ્પરમાંથી પથ્થર મંત્રીની કાર પર પડ્યો હતો. આ મામલે મંત્રીએ પોલીસ કમિશનર ગેહલોતને ફરિયાદ કરતા કમિશનરે આદેશ આપ્યા કે તાડપત્રી વિના ફરતા રેતી-પથ્થર વહન કરતા ડમ્પરો સામે આકરા પગલા લેવામાં આવે.
પોલીસે કમિશનરના આદેશનું પાલન કરીને એક દિવસમાં કરથી વધુ ડમ્પરોને ડિટેઇન કર્યા હતા. એક બાજુ સામાન્ય નાગરિક રોજ રસ્તા પર વાહનો પસાર થવાથી ધૂળ ખાતો હોય છે પણ પોલીસ આમજન કરતા મંત્રીની સેવામાં તરત હાજર થઇ જાય છે.
