સુરત પોલીસે પગરખાની દુકાને બિછાવી જાળ, SBI બેંકમાંથી 50 લાખ લૂંટનારો આરોપી આ રીતે પકડાયો

Spread the love
સુરતના વરાછામાં ધોળા દિવસે 50 લાખની લૂંટને અંજામ આપનારા બે ગુનેગારો ગઈકાલે ઉત્તર પ્રદેશમાંથી પોલીસે ઝડપ્યા હતા. તેનો મુખ્ય સુત્રધાર અયોધ્યાના આશ્રમમાં છુપાયો હતો. આ કેસના મુખ્ય આરોપી શુભમ સિંહ અને તેને શરણાગત આપનાર મિત્ર વિકાસ સિંહને ગોંડાથી પકાડ્યા હતો.

ક્રાઇમ બ્રાંચે આ માટે રાયબરેલીમાં વિકાસની પગરખાની દુકાને ગ્રાહક બની તપાસ આદરી હતી.

અને અહીંથી વિકાસનો પીછો કરી દબોચી લીધા હતા. વિકાસની સગાઈનું ફંક્શન પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આ મિશન પાર પાડ્યું હતું. આ કેસનો મુખ્ય આરોપી શુભમ બિહારનો વતની છે અને રાયબરેલીમાં વિકાસની દુકાન પાસે જ દુકાન ચલાવતો હતો. લૂંટ બાદ વિકાસે શુભમને અયોધ્યામાં મહંતના આશ્રમમાં છુપાવવાની વ્યવસ્થા કરી હતી.

 

ગુનાની મોડસ ઓપરેન્ડીના મુખ્ય મુદ્દા

 

આરોપીઓએ ધીરજ કુમાર નામના ફેક IDથી તેલંગાણાથી બાઇક ખરીદી હતી.

લૂંટના 1 મહિના પહેલા રાંદેરમાં ભાડાનું મકાન રાખ્યું હતું અને લૂંટ પહેલા જ ખાલી કરી દીધું.

આરોપી 16મી એપ્રિલે એરપોર્ટ રોડના કેમેરામાં કેદ થયો હતો અને લૂંટ વખતે પણ CCTVમાં દેખાયા.

બને આરોપીના UP કોર્ટે 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ બંનેને સુરત લાવવા રવાના થઈ છે.

હવે 50 લાખ રિકવર કરવા, અન્ય આરોપીઓ અને હથિયારોના સોર્સ અંગે સઘન પૂછપરછ કરવામાં આવશે.

પોલીસને આંતરરાજ્ય ગેંગની સંડોવણીની આશંકા છે અને પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *