સૌરાષ્ટ્રના ખોડલધામ ખાતેથી 5 દિવસ પહેલાં નરેશ પટેલ આપ પાર્ટીના વખાણ કરી ને CM પાટીદાર હોવાની ગુગલી બોલીંગ ફેંક્યા બાદ ખોડલધામની બેઠકને માત્ર 5 દિવસ થયા છે ત્યાં પાટીદારોના નેતાઓમાં કેટલાકના નિવેદનો બદલાઈ ગયા છે. પાટીદારોના નેતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન RP પટેલે 12મી જૂને નરેશ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું જે આજે બદલી નાંખ્યું છે. તેમણે કહ્યું કે CM નક્કી કરવા એ પાર્ટીનો મામલો છે. બેઠકમાં કોઈ જ રાજકીય ચર્ચા કરવામાં આવી નથી. પાટીદાર CM અંગેની લાગણી નરેશ પટેલની હતી. પાટીદાર સિવાયના CMને પાટીદારોએ સહયોગ આપ્યો છે અને તમામને સાથે રાખીને ચાલનારો સમાજ છે. જ્યારે ગુજરાતમાં પાટીદાર CM હતા ત્યારે પાટીદારોએ જ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ સંકુચિત સમાજ નથી.
12મી જૂને શું નિવેદન આપ્યું હતુ
આરપી પટેલે 12મી જૂને કહ્યું હતું કે સમાજના લેવલ પર બધાને એવી લાગણી હોય કે એમાં કોઈ નવી વાત નથી. જોકે હવે રાજ્યમાં આરપી પટેલનું આ નિવેદન ચર્ચાનો વિષય છે કે પાંચ જ દિવસમાં એવું તો શું બન્યું કે RP પટેલે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું?
નરેશ પટેલે શું કહ્યું હતું?
નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદારોનો જે અધિકાર છે તેના પર ચર્ચા કરવાની છે અને કેશુબાપા પછી એમના જેવો આગેવાન મળી નથી શક્યા તેના પર ચર્ચા કરવામાં આવશે.
તમે શેના માટે માગણી કરી રહ્યા છો, તમે 75 ટકા નાણા લીધા છેઃ CM રૂપાણીનું નિવેદન
નવજાત બાળકી ગર્ભાશયનું પાણી પી જતા જીવ જોખમમાં મૂકાયો, 108ની ટીમે જુઓ કેવી રીતે બચાવ્યો જીવ
IPLને કારણે ઈંગ્લેન્ડના ક્રિકેટરો આજે આપણા તળિયા ચાટે છે, ભારતીય દિગ્ગજ ગુસ્સે ભરાયા