અમદાવાદમાં શોખથી રાતે બરફના ગોળા ખાનારા સાવધાન, સફેદ દૂધ જેવો બરફ દેખાય તો ચેતી જજો

Spread the love
ઉનાળાની મોસમ આવી ગઈ છે, આવામાં સાંજ પડ્યે બરફના ગોળાની દુકાનો પર ભીડ જામી જાય છે. આવામાં શોખથી બરફ ગોળા ખાતી પહેલા બરફની ગુણવત્તા જાણવી જરૂરી છે. જોકે આમાં મહત્વનું એ છે કે, ગ્રાહકને કઈ રીતે ખબર પડે કે તે પોતે જ બરફ આરોગી રહ્યો છે તે આરોગ્યપ્રદ છે કે નહીં?

જેમાં તમે બરફ ખાવાલાયક છે કે નહિ તે જાતે જ જાણી શકશો.

 

આજે અમદાવાદમાં બરફ બનાવતી ફેક્ટરી પર દરોડા

ગુજરાતમાં હવે ખોરાકમાં અસલી નકલીના ખેલ થવા લાગ્યા છે. પનીર, ઘી, જીરાથી લઈને અનેક ચીજવસ્તુઓની નકલી પ્રોડક્ટની માર્કેટમાં ભરમાર છે. આવામાં હવે ઉનાળામાં ગરમીમાં ખવાતા બરફના ગોળામાં પણ તપાસ કરવાનો સમય આવી ગયો છે. અમદાવાદમાં બરફનું ઉત્પાદન કરતા એકમો ઉપર તવાઈ મૂકાઈ છે. આરોગ્ય વિભાગે એકમો ઉપર જઈ તપાસ શરૂ કરી કરવામાં આવી છે. શંકાસ્પદ એકમોમાં જઈને સેમ્પલ લેવાશે. આજે શાહપુર ખાતે હેલ્થ વિભાગે દરોડા પાડ્યા હતા.

 

અમદાવાદમાં આ રીતે ચેક થશે બરફની ગુણવત્તા

આ દરોડા વિશે માહિતી આપતા ઝોનલ મેડિકલ ઓફિસર ડો.વૈભવ પટેલે જણાવ્યું કે, આરોગ્ય વિભાગે બરફ બનાવતી ફેક્ટરીમાં ક્લોરીનની હાજરી ચેક કરી. અમારી ટીમે ક્લોરોસ્કોપની મદદથી બરફ બનતા પાણીમાં ક્લોરીન છે કે કેમ તેની તપાસ કરી. અત્યાર સુધી એક પણ એકમમાં ખરાબ ગુણવત્તાવાળો બરફ મળ્યો નથી.

કેવી રીતે ચેક કરવો નકલી બરફ

એડિબલ અને નોન-એડિબલ બરફ કેવી રીતે ચેક કરવો તે વિશે વેપારી પ્રવીણ પટેલે જણાવ્યું કે, એડિબલ બરફ ક્રિસ્ટલ બરફ હોય છે, જ્યારે કોમર્શીયલ બરફ દૂધ જેવો સફેદ હોય છે. એડિબલ બરફમાં ક્લોરીન હોય છે, જ્યારે કોર્મશિયલ બરફ સીધો રો વોટરમાંથી બનાવવામાં આવે છે. એડિબલ બરફ બનાવતા વેપારીઓ પાસેથી જ આરોગવા માટે બરફ ખરીદવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *