બંધ ફાટક નીચેથી વાહન લઈને જાવ છો? હવે ચેતજો, લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે

Spread the love

રેલ્વે ફાટક બંધ થયા પછી ત્યાં સિગ્નલ એક્ટિવ થતું હોય છે. અનેક લોકો ત્યારપછી પણ ફાટક નીચેથી નીકળવાનો પ્રયાસ કરે છે. રેલ્વે ફાટક ઓળંગવાનો પ્રયાસ કરતા વાહનચાલકો પર હવે કેરળમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની શક્યતા પણ સામેલ છે. આ કાર્યવાહી નવા road and rail safety enforcement drive હેઠળ કરવામાં આવશે.

warning lights અને બંધ ફાટક હોવા છતાં વાહનચાલકો ઘણી વખત લેવલ ક્રોસિંગમાંથી ઉતાવળ કરીને જવાનો પ્રયાસ કરતા હોય છે. વારંવારના આવા બનાવોને પગલે આ એક્શન લેવામાં આવ્યા છે. ઘણી વખત લોકો આમ કરીને તેમના અને અન્ય લોકોના જીવનને જોખમમાં મુકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા ઉલ્લંઘનોએ ગંભીર સલામતી ચિંતાઓ ઉભી કરી છે અને તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે.

 

RTO નો કડક આદેશ

 

મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટે ભારતીય રેલ્વેની ફરિયાદોના આધારે કાર્યવાહી શરૂ કરવા રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) ને નિર્દેશ આપ્યો છે. પોલીસે ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધવાનું પણ શરૂ કર્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીનો હેતુ રેલ્વે ક્રોસિંગ પર ખતરનાક વર્તન અટકાવવા અને બેદરકારીને કારણે થતા અકસ્માતો ઘટાડવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *