ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય ના વિકાશ માટે કટીબંધ રહીને કરોડો ની ગ્રાંન્ટો સ્માર્ટસીટી થકી આપી રહ્યા છે . ત્યારે જે ગ્રાન્ટો કેન્દ્ર સરકાર તરફ થી મળી રહી છે .તે તમામ ૧૦૦% રકમ મહાનગર પાલિકાઓ ને મળે છે . ત્યારે સ્માર્ટસીટી થકી કરોડોના ખર્ચા અને જાેડાવાનું ,તોડવાનું ,અને ખોદવાનું કામ કર્યા સિવાય કશું થતું નથી, ત્યારે GJ-૧૮ મનપા દ્વારા અનેક જગ્યાએ ફૂટપાથો બનાવવામાં આપી છે. તેમાં ઘણી જગ્યાએ તો ફૂટપાથો કોઈજ કામની ન હોય અને મોટા ખર્ચા કર્યા અને પૈસા ની બરબાદી જેવો ઘાટ સર્જાયો છે . ત્યારે GJ-૧૮ ન્યુ ખાતે ચકાસવામાં આવેતો ફોરલેન રોડ મંજુર થયો હતો છતાં સ્માર્ટસીટી થકી ફૂટપાથ બનાવવા નું કામ જાેર સોર થી ચાલુ કર્યું છે . અને ટુકાજ મહિનાઓમાં અહીંયા રોડનું કામ શરૂ થાય તેવી માહિતી આધાર સૂત્રો દ્વારા મળવા પામી છે . પ્રાપ્ત વિગતો અનુસાર GJ-૧૮ કુડાસણ ,એવા સ્વામિનારાયણ ધામ પાસે બનાવેલા રોડ છે, ફોરલેન રોડ ,મંજુર થઈ ગયો છે.અને આજુ -બાજુ માં ફલેટો રહેવાસીઓ, દુકાનદાર એવા વેપારીઓને ફૂટપાથ બનાવતા ત્યારે મુશ્કેલી વરસાદી પાણી ની પાડવાની ભીતી સેવાઈ રહી છે . અને ખાસ જાેવા જઈએ તો વરસાદી પાણી માં જૂન મહિના બાદ કોઈ નવા કર્યો ન કરાય ,અને અત્યારથી કરેલું ખોદકામ વરસાદ માં ગામડા ,અને ભુવા પડે તેવી પણ સ્થિતિ સર્જાય તેમ છે . અને ફોરલેન રોડ પાસ હોય તો અહીંયા ફૂટપાથ બનાવવા ની જરૂર કેમ ? કારણકે થોડા દિવસો બાદ ફૂટપાથ ઉખેડી નાખવી પડસે તો સરકારના અને પ્રજાના પૈસા નું પાણી સ્માર્ટ સીટી થકી કેમ કરવામાં આવી રહ્યું છે .તે સમજવું નથી લૂંટો ભાઇ લૂંટો તેમ સરકારની કરોડો ની ગ્રાંન્ટો પડી છે . તે વાપરવી ક્યાં ? તે પ્રાશન નું સોલ્યુસન GJ-૧૮ મનપા એ ગોતી તો નાખ્યું ,પણ તોડફોડ અને ખોદકામ વારંવાર થવાથી હાલાકી વધી રહી છે . ફોર લેન્ડ સેડ નું કામ શરુ થશે એટલે કોઈ પણ સંજાેગે આ ફૂટપાથ કાઢવી પડશે ,તો આ ફૂટપાથ ના પૈસા અને કેટલો ખર્ચ આખરે પાણી માં જ જવાનો છે . કોમ્પ્લેક્ષોથી લઈને ફ્લેટ ધારકોને પાર્કીગથી લઇને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે .ત્યારે સામે જંગલખાતાની ખુલ્લી જમીન છે .GJ-૧૮ ના કોન્ટ્રાકટરોને કમાઈ આપવાનો કારસો હોય તેમ લાગી રહ્યું છે .આજે સ્વામિનારાયણ ધામ થી કોબા સુધી કોમર્શિયલ કોમ્પ્લેક્ષ આવેલા છે.અને આ રોડ પહોળો કરવા મંજૂરી પણ મળી ગયેલ હોવાથી ફૂટપાથ બનાવવાની કોઈ જરૂર નથી ,ત્યારે પ્રજાજનો માં અને વેપારીમાં આ પ્રશ્ને ભારે વિરોધ વ્યાપ્યો છે .