7 હજારમાં થતી આંખોની એન્જીયોગ્રાફી હવે માત્ર 100 રૂપિયામાં: જાણો અમદાવાદમાં ક્યાં મળશે આ સેવાનો લાભ?

Spread the love
ગુજરાતમાં દર 100માંથી 5 દર્દીઓને ઝામરની સમસ્યા છે. પરિવારમાં કોઈને ઝામર હોય, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય કે આંખોમાં નંબર વધારે હોય તો વ્યક્તિને ઝામર થવાનું રિસ્ક વધુ હોય છે. કોઈને કોઈ કારણસર સમાજમાં મોટી ઉંમરે જોવા મળતાં ઝામર, મોતિયો, ડાયાબીટીસ રેટીનોપથી અને કીકીના રોગો હવે બાળકોથી લઇને યુવાનોમાં જોવા મળી રહ્યાં છે.

આ રોગોની અવેરનેસના અભાવે મોડું નિદાન-સારવાર થતાં દર્દીની દ્રષ્ટિને નુકશાન થાય છે. ત્યારે હવે રાજ્યમાં પ્રથમવાર વિશ્વની અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ઇન્ટા લાઇટ ડ્રીમ ઓસીટી મશીન ઉપલબ્ધ થયું છે. ત્યારે અમદાવાદના રેટિના સર્જન ડો. પાર્થ રાણાએ સામાજીક જવાબદારીના ભાગરૂપે રૂ. 7000ના ખર્ચે થતી આંખોની એન્જિયોગ્રાફી તારીખ 8મે થી 15 મે દરમિયાન માત્ર રૂ. 100માં કરવાની અનોખી પહેલ કરી છે.

 

હવે માત્ર 1 સેકન્ડમાં રેટીના જ નહિ આખી આંખના દરેક ભાગનું સ્કેન થઈ જશે. ‘નૈત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઇ હોસ્પિટલ’ના વિટ્રીઓ રેટીના સર્જન ડો. પાર્થ રાણાના મતે આંખની કીકીની 26 મીલીમીટર પહોળાઇ અને 12 મીલીમીટરની ઉંડાઇ સુધીનું એટલે માત્ર આંખની કીકી જ નહિ પણ આખી આંખના દરેક ભાગનું 130 ડિગ્રી સુધીનું માત્ર 1 સેકન્ડમાં સ્કેન કરીને રોગને પકડી શકાય છે.

આંખની કીકીથી લઇને ખુણેખુણાનું ઝડપી અને ઝીણવટભર્યુ સ્કેન થતું હોવાથી મોતિયો, ઝામર, ડાયાબીટીસ રેટીનોપથી અને કીકીના રોગોના દર્દીની રોગનું નિદાન, સારવાર અને સર્જરી ઝડપી બનશે. આંખના રોગોનું ઝડપી નિદાન અને સારવારથી દ્રષ્ટિ બચાવી શકાય તેવી સામાજીક જવાબદારીના ભાગરૂપે રૂ. 7000ના ખર્ચે થતી આંખોની એન્જિયોગ્રાફી તારીખ 8મે થી 15 મે દરમિયાન માત્ર રૂ. 100માં કરવાનું આયોજન કર્યું છે.

 

ડૉ. પાર્થ રાણાના મતે પરંપરાગત રીતે રેટીનાની એન્જિયોગ્રાફીમાં આંખ ડાઇ નાંખ્યા વિના એન્જિયોગ્રાફી શક્ય હોવાથી ડાઇથી એલર્જી થતી હોય તેવા દર્દી માટે આ મશીન વરદાનરૂપ સાબિત થઇ શકે છે. તેઓએ જણાવ્યું કે સીટી સ્કેનથી કાપો મુક્યા વિના મગજ સહિત શરીરના કોઇપણ ભાગમાં શું તકલીફ છે તે જાણી શકીએ છીએ. તેવી જ રીતે રેટીનામાં કાપો કે રેડીએશન વિના જોવું હોય ત્યારે ઓટીસી સ્કેન કરાય છે, જેને ઓસીટી એટલે ઓપ્ટીકલ કો-હેન્સ ટોમોગ્રાફી કહે છે.

ડૉ. પાર્થ રાણાએ વધુમાં કહ્યું કે, અત્યાર સુધી ઓસીટી સ્કેન રેટીનાના મધ્ય ભાગમાં જ કરી શકાતું હતું. પરંતુ, હવે ઇન્ટાલાઇટ ડ્રીમ ઓસીટી મશીનથી આંખનો અલ્ટ્રા વાઇડ ફિલ્ડનો ભાગ સ્કેન કરી શકે છે. જેથી રેટીનાના મધ્ય ભાગ ઉપરાંત રેટીનાના ખુણે ખુણાના ભાગને સ્કેન કરે છે. ઓસીટી સ્કેન કરવા માટે અન્ય મશીનમાં કીકી પહોળી કરવી પડે છે, પણ આ મશીનમાં કીકી પહોળી કર્યા વિના પણ ઓસીટી કરી શકે છે. એટલું જ નહિ, લેસરથી રેટીનાની કોઇપણ પ્રકારની એન્જિયોગ્રાફી અલ્ટ્રા વાઇડ ફિલ્ડમાં કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *