
2021ની વિધાનસભા ચૂંટણી પહેલા જ સુવેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા હતા અને પાંચ વર્ષની અંદર જ તેમણે એવો કમાલ કર્યો કે ટીએમસીની સત્તા બંગાળમાંથી ઉખાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
પરંતુ શું તમને એક વાતની ખબર છે કે મમતા અને સુવેન્દુ એક સાથે હતા, ટીએમસીમાં હતા આ તો સમાનતા છે પરંતુ એક સમાનતા એ પણ છે કે મમતા બેનર્જીની જેમ સુવેન્દુ અધિકારી પણ અપરિણીત છે.
સુવેન્દુ અધિકારીએ નથી કર્યા લગ્ન
બંગાળના નવા મુખ્યમંત્રી સુનેન્દુ અધિકારીએ પણ મમતા બેનર્જીની જેમ લગ્ન કર્યા નથી. તેમણે સામાજિક જીવનને જ બધુ ગણ્યું છે. લગ્નના સવાલ પર સુવેન્દુ અધિકારીએ પોતે કહ્યું હતું કે તેમની રાજકીય સફર 1987માં વિદ્યાર્થી રાજનીતિથી શરૂ કર્યું હતું અને ધીરે ધીરે તેઓ સંપૂર્ણ રીતે જાહેર જીવનને સમર્પિત થઈ ગયા. તેમના વિસ્તારના ત્રણ પ્રમુખ સ્વતંત્ર સેનાની સતીષ સામંત, સુશીલ ધારા અને અજય મુખર્જીએ તેમના જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો. આ ત્રણેય અપરિણીત રહીને અને દેશની સેવામાં જોડાયેલા રહ્યા. તેમની જોડેથી પ્રેરણા લઈને સુવેન્દુ અધિકારીએ પણ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને પોતાને સંપૂર્ણ રીતે જનતાની સેવામામાં સમર્પિત કરી દીધા.
બંગાળના પાંચમાં સીએમ જેમણે નથી કર્યા લગ્ન
તમને જણાવી દઈએ કે મમતા કે સુનેન્દુ એકલા નથી જેમણે લગ્ન નથી કર્યા. આ અગાઉ બીજા ત્રણ સીએમ એવા હતા જેમણે લગ્ન કર્યા નહતા. બંગાળના બીજા મુખ્યમંત્રી પ્રખ્યાત તબીબ ડો. બિધાન ચંદ્ર રોય આજીવન અપરિણીત રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી પ્રફુલ્લચંદ્ર સેન (1897-1900) આજીવન કુંવારા રહ્યા હતા. તેઓ સ્વતંત્રતા સંગ્રામ અને ગાંધીવાદી દર્શન પ્રત્યે પોતાની નિષ્ઠા માટે જાણીતા હતા. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અજય મુખર્જી (1901-1986) અપરિણીત રહ્યા હતા. તેઓ પોતાની સાદી જીવનશૈલી માટે જાણીતા હતા અને તેમણે પણ લગ્ન કર્યા ન હતા.