વાપી GIDCમાં આવેલી શેઠ એન્ટરપ્રાઇઝમાં અચાનક એસિડની ટાંકી ફાટતા હજારો લિટર એસિડ રસ્તા પર ફરી વળ્યું હતું. એસિડના ધુમાડાને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓને આંખોમાં બળતરા, ખાંસી અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી.
પરિસ્થિતિ વણસતા કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરી એસિડની અસર ઓછી કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા હજારો કામદારોમાં પણ આ ઘટનાને પગલે ભયનો માહોલ જોવા મળ્યો હતો.