
રાજયભરની સિવિલ અદાલતોમાં ઉનાળુ વેકેશન પૂર્વે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સેસન્સ જજ, સીનીયર સિવિલ જજ, ચીફ જયુ. મેજીસ્ટ્રેટ અને સિવિલ જજ તેમજ જે.એમ.એફ.સી. કોર્ટના મળીને કુલ 343 ન્યાયાધીશોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
બદલીના હુકમોમાં સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ કેડરના 6પ, સીવીલ અને ચીફ જજ કક્ષાના 1પ3 સીનીયર તેમજ જુનીયર સિવિલ જજ અને જે.એમ.એફ.સી. કોર્ટના 1રપ ન્યાયાધીશો મળીને કુલ 343 ન્યાયાધીશોની બદલીઓ કરવામાં આવી છે. આવતીકાલથી ગુજરાતની સિવિલ અદાલતોમાં ઉનાળુ વેકેશનની શરૂૂઆત થઇ રહી છે અને આગામી 7 મી જુને આ વેકેશન પુરૂૂ થશે.આ દરમ્યાન હાઇકોર્ટ દ્વારા બદલીના હુકમો કરવામાં આવ્યા છે. 7 મી જુન પહેલા પોતાની જગ્યાએ ચાર્જ સંભાળી લેવા આદેશ કરાયો છે. જેમાં રાજકોટ ફેમીલી કોર્ટના મુખ્ય પ્રિન્સીપાલ જજ ધર્મેન્દ્રસીંગ શેરસીંગને રાજકોટથી બનાસકાંઠાની ફેમેલી કોર્ટના પ્રિન્સીપાલ જજ તરીકે મુકવામાં આવ્યા છે. જયારે ગોંડલના અધિક સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ હેમાંગ એ. ત્રિવેદીને નડીયાદ ખાતે મુકવામાં આવ્યા છે. રાજકોટના ફેમેલી કોર્ટના જજ શ્રી ગૌરવ દિપક યાદવને રાજકોટથી અમદાવાદ ખાતે સીટી સિવિલ કોર્ટમાં મુકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના એન.જી. શાહને અમદાવાદ ખાતે તેમજ રાજકોટના અધિક સેસન્સ જજ વી.કે.ભટ્ટને ધોળકા ખાતે મુકવામાં આવ્યા છે.
જયારે ડીસા – બનાસ કાંઠાના ફેમેલી કોર્ટના જજ મહેરીના બાલક્રિષ્ના ડાંગેને રાજકોટ ખાતે ફેમેલી કોર્ટમાં મુકવામાં આવ્યા છે. રાજકોટ ફેમેલી કોર્ટના જજ હિનાબેન એન. દેસાઇને અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં બદલી કરાઈ છે.સીનીયર સીવીલ અને ચીફ જયુ. મેજી. કક્ષાના કુલ 1પ3 ન્યાયાધીશોની બદલીના હુકમો થયા છે. જેમાં ગુજરાતના મુખ્ય જીલ્લા અને તાલુકા કક્ષાએ જજોની ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં રાજકોટના સીનીયર સિવિલ જજ આઇ. એમ. શેખને સાબરકાંઠા, જે. સંઘવીને ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે. પોરબંદરના અનુરાગ દ્વિવેદીને પોરબંદરમાં જ રાખવામાં આવ્યા છે. રાજકોટના અરૂૂણકુમાર સોનીને મહેસાણા ખાતે મુકવામાં આવ્યા છે. તેમજ રાજકોટના ધોરાજી ખાતે ફરજ બજાવતાં સુનિલ વાઘને ખેડા ખાતે મુકવામાં આવ્યા છે. જામનગર લેબર કોર્ટના જજ ડી. વી. સાવલીયાને વડોદરા ખાતે મુકવામાં આવ્યા છે.
મોરબીના સી. વાય. જાડેજાને ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે. આણંદના પી. બી. સોનીને ભાવનગર ખાતે મુકવામાં આવ્યા છે. ગોંડલના રણવીરસિંહ રાઠોડને બનાસકાંઠામાં મુકવામાં આવ્યા છે. જુનિયર ડીવીઝનમાં સીવીલ જજો અને જે. એમ. એફ. સી. કોર્ટના કુલ 1રપ ન્યાયાધીશોની બદલીના હુકમો થયા છે. જેમાં તાપીના એ. એમ. શુકલાને જામનગર જીલ્લાના ધ્રોલ ખાતે મુકવામાં આવ્યા છે. અમદાવાદના સુમિત્રા ચોપરાને જુનાગઢના – માંગરોળ ખાતે મુકવામાં આવેલ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉપરોકત સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટ – સીનીયર સીવીલ જજો તેમજ ચીફ જે. એમ. એફ. સી. કોર્ટના જજોની બદલીના હુકમો થતાં ઉનાળુ વેકેશનના સમય દરમ્યાન બદલી પામેલા જજોને એક માસની અંદર બદલીવાળી જગ્યાએ ચાર્જ લઇ લેવા જણાવવાનું જાણવા મળે છે.