ડિજિટલ ડેટા પણ હવે વારસાગત મિલકત

Spread the love

ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે ગાંધીનગરની અદાલતે એક મહત્વપૂર્ણ અને દૂરગામી અસર ધરાવતો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મૃતક વ્યક્તિના iPhone, Apple ID અને iCloud એકાઉન્ટમાં રહેલો ડિજિટલ ડેટા(Digital Data) પણ તેમની વારસાગત મિલકતનો જ ભાગ ગણાશે અને તેના પર કાનૂની વારસદારોનો હક રહેશે.

શું હતો સમગ્ર મામલો?Digital Deta)

એક વ્યક્તિના અવસાન બાદ તેમના પરિવારને iPhone અને iCloudમાં સંગ્રહિત ફેમિલી ફોટોગ્રાફ્સ, વિડિયો, વોઇસ નોટ્સ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડી હતી. પરિવારજનોએ ડેટા ઍક્સેસ માટે Apple કંપનીનો સંપર્ક કર્યો હતો, પરંતુ કંપનીએ પ્રાઇવસી અને સુરક્ષા નીતિઓનો હવાલો આપીને કોર્ટના આદેશ વગર ઍક્સેસ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પરિવારે ગાંધીનગર કોર્ટમાં ‘Indian Succession Act’ હેઠળ અરજી કરી હતી.

કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન

અદાલતે જણાવ્યું હતું કે ડિજિટલ ડેટા (Digital Data)માં માલિકી હક અને મૂલ્ય બંને રહેલા હોવાથી તેને વારસાગત સંપત્તિ તરીકે માન્યતા આપવી જોઈએ. કોર્ટે વધુમાં નોંધ્યું કે વ્યક્તિનો પ્રાઇવસીનો અધિકાર તેના મૃત્યુ સાથે સમાપ્ત થાય છે અને તે કાનૂની વારસદારોને ડેટા મેળવવાથી રોકી શકતો નથી.

 

અદાલતે કહ્યું કે આજના સમયમાં વ્યક્તિનું જીવન ડિજિટલ ઇકોસિસ્ટમ સાથે ગાઢ રીતે જોડાયેલું છે, તેથી ડિજિટલ વારસાની કાનૂની માન્યતા સમયની જરૂરિયાત છે.

 

એડવોકેટની દલીલોને માન્યતા

 

અરજદાર તરફથી એડવોકેટ જીત જે. ભટ્ટે આંતરરાષ્ટ્રીય કાયદા અને ‘ડિજિટલ એસ્ટેટ જ્યુરિસ્પ્રુડન્સ’નો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે ડિજિટલ એસેટ્સ પરિવાર માટે માત્ર આર્થિક નહીં પરંતુ ભાવનાત્મક મૂલ્ય પણ ધરાવે છે. અદાલતે આ દલીલો સ્વીકારી મૃતકની પુત્રીને ‘Letters of Administration’ મંજૂર કર્યા હતા.

 

Appleને ટેકનિકલ સહાયનો આદેશ

 

કોર્ટે Apple કંપનીને વારસદારોને ડેટા રિકવરી માટે જરૂરી ટેકનિકલ સહાય આપવા પણ આદેશ કર્યો છે. આ ચુકાદો ભવિષ્યમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ, ઈ-મેઈલ્સ, ક્લાઉડ ડેટા અને ક્રિપ્ટોકરન્સીજેવા ડિજિટલ વારસાના કેસોમાં માર્ગદર્શક બની શકે છે.

 

DPDP Actનો પણ ઉલ્લેખ

 

અદાલતે Digital Personal Data Protection Act, 2023ની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે જો મૃતક વ્યક્તિએ કોઈ નોમિની નક્કી ન કર્યો હોય, તો ડિજિટલ ડેટાના સંચાલન અને ઍક્સેસનો અધિકાર કાનૂની વારસદારોને મળે છે.

 

આ ચુકાદાએ ડિજિટલ યુગમાં ‘ડિજિટલ વારસો’ને કાનૂની માન્યતા આપતા એક નવા અધ્યાયની શરૂઆત કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *