દોડતા પ્લેનની સાથે અથડાયો શખ્સ, શરીરના ટુકડા ઘૂસ્યા એન્જિનમાં; અમેરિકાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર રૂંવાડા ઉભા કરતી દુર્ઘટના

Spread the love

અમેરિકાના સૌથી મોટા ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારની રાત્રે હોરર મૂવી જેવો સીન સર્જાયો હતો. 231 પેસેન્જરથી ભરેલું એક પ્લેન ઉડાન ભરવા માટે તૈયાર હતું અને રનવે પર દોડી રહ્યું હતું, ત્યારે અચાનક પાયલટને એક વ્યક્તિ પ્લેન તરફ ભાગતો દેખાયો હતો. જ્યાં સુધી કોઈ કંઈ સમજે ત્યાં સુધીમાં તે વ્યક્તિના ચીથરેચીથરા ઊડી ગયા હતા.

પ્લેન નીચે આવ્યા બાદ તેનું મૃત્યુ એટલું દર્દનાક હતું કે શરીરના કેટલાક ભાગો એન્જિનમાં જઈને ફસાઈ ગયા અને ચારે બાજુ આગ ફેલાઈ ગઈ હતી. થોડી સેકન્ડોના અંતરમાં થયેલી આ ભયાનક ઘટનાએ પાયલટને હચમચાવી દીધો અને બૂમાબૂમ મચી ગઈ હતી.

 

સ્તબ્ધ થઈ ગયો ફ્રન્ટિયર એરલાઇન્સની ફ્લાઈટ 4345નો પાયલટ

 

લોસ એન્જલસ માટે ઉડાન ભરવા તૈયાર ફ્રન્ટિયર એરલાઇન્સની ફ્લાઈટ 4345ના પાયલટે જેવું ટેક-ઓફ માટે સ્પીડ વધારી, તેની આંખો સામે એક ભયાનક દૃશ્ય આવી ગયું હતું. વિમાનની ગતિ એટલી ઝડપી હતી કે, પાયલટ કંઈ સમજે ત્યાં સુધીમાં રનવે પર દોડતો એક માણસ સીધો વિમાનની પાંખો અને એન્જિનની વચ્ચે આવી ગયો હતો. કોકપિટમાં સન્નાટો છવાઈ ગયો અને પાયલટને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે તેને અહેસાસ થયો કે, એન્જિનમાં આગ લાગી છે. પાયલટે ગભરાયેલા અવાજમાં ટાવરને મેસેજ આપ્યો ‘અમે કોઈને ટક્કર મારી દીધી છે’.

 

Frontier Flight 4345ના એન્જિનમાં કેવી રીતે લાગી આગ?

 

ડેનવર એરપોર્ટ પર રાત્રે અંદાજે 11:19 વાગ્યે થયેલી આ દુર્ઘટનાએ આધુનિક ઉડ્ડયન સુરક્ષાના દાવાઓના ધજાગરા ઉડાવી દીધા છે. પ્રત્યક્ષદર્શીઓ અને શરૂઆતી રિપોર્ટ્સ મુજબ, ટેક-ઓફ દરમિયાન જેવી વિમાનની ટક્કર રનવે પર હાજર તે અજ્ઞાત વ્યક્તિ સાથે થઈ, તે પ્રેશરના કારણે સીધો વિમાનના એન્જિન તરફ ખેંચાઈ ગયો હતો.

 

જેવું તે વ્યક્તિનું શરીર એન્જિનની અંદર ગયું, એક જોરદાર ધડાકો થયો અને એન્જિનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. વિમાનના પાછળના ભાગમાંથી આગની જ્વાળાઓ અને કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો, જે જોઈને મુસાફરોમાં બૂમાબૂમ મચી ગઈ હતી.

 

એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના ઓડિયોમાં પાયલટને બેબાકળી હાલતમાં એમ કહેતા સાંભળી શકાય છે, ‘ટાવર, ફ્રન્ટિયર 4345, અમે રનવે પર ઊભા રહી રહ્યા છીએ. અમે અત્યારે કોઈને હિટ કર્યા છે… એન્જિનમાં આગ લાગી છે. રનવે પર કોઈ વ્યક્તિ ફરી રહ્યો હતો’.

231 પેસેન્જર્સનું શું થયું?

 

વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 231 લોકો સવાર હતા. એન્જિનમાં આગ લાગ્યા બાદ કેબિનમાં ધુમાડો ભરાવા લાગ્યો હતો, જેનાથી મુસાફરોનો દમ ઘૂંટાવા લાગ્યો હતો. પાયલટે મોડું કર્યા વગર ઇમરજન્સી ઇવેક્યુએશનનો આદેશ આપ્યો. વિમાનને રનવે પર જ રોકીને મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ દ્વારા સીધા ડામર પર ઉતારવામાં આવ્યા હતા. અંધારા રનવે પર ચારે બાજુ માત્ર ચીસો અને એમ્બ્યુલન્સની લાઇટો દેખાઈ રહી હતી.

 

મુસાફરો માટે તે પળ કોઈ ડરામણા સપના જેવી હતી. એક તરફ એન્જિનમાંથી ઉઠતી લપેટો હતી અને બીજી તરફ એ ફાળ હતી કે, ક્યાંક વિમાન બ્લાસ્ટ ન થઈ જાય. જોકે, ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ભાગદોડમાં એક મુસાફરને સામાન્ય ઈજા થઈ છે. અમેરિકાના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંનું એક હોવા છતાં ડેનવર એરપોર્ટ પર થયેલી આ ઘટના સુરક્ષામાં એક એવી મોટી ચૂક છે, જેનો જવાબ હાલમાં કોઈની પાસે નથી.

 

ડેનવર એરપોર્ટની સિક્યોરિટી પર ઉઠી રહ્યા છે મોટા સવાલો

 

કોઈ પણ સામાન્ય માણસ આટલા હાઈ-સિક્યોરિટી ઝોન અને ‘એક્ટિવ રનવે’ સુધી કેવી રીતે પહોંચી ગયો? શું વાડ કાપવામાં આવી હતી કે કોઈ ગેટ ખુલ્લો રહી ગયો હતો? શું એરપોર્ટના રડાર કે થર્મલ કેમેરાએ રનવે પર ચાલી રહેલા તે માણસને ન જોયો?

 

જે વ્યક્તિના શરીરના ટુકડા એન્જિનમાં મળ્યા છે, તેની ઓળખ હજુ સુધી ગુપ્ત રાખવામાં આવી છે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, તે એરપોર્ટનો કર્મચારી હતો કે કોઈ બહારનો ઘૂસણખોર.

 

તપાસના ઘેરામાં ‘રનવે 17L’

 

દુર્ઘટના બાદ આખા એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું અને રનવે 17Lને સીલ કરી દેવામાં આવ્યો હતો. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને ફેડરલ એજન્સીઓ હવે આ વાતના મૂળ સુધી પહોંચવામાં લાગી છે કે, આ દુર્ઘટના માત્ર એક અકસ્માત હતો કે તેની પાછળ કોઈ આત્મઘાતી કાવતરું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *