વડાપ્રધાન મોદીનું સપનું સૌના માટે ઘરનું ઘર યોજના અંતર્ગત ગુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૫.૫૦ લાખ રૂપિયામાં એક બેડરૂમ/ હૉલ / કિચનના ૨૧૦૦ મકાનો ગાંધીનગરમાં બનવાના છે. જે અંતર્ગત હાલ ફોર્મ વિતરણ અને ભરવાનું ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધી ૧૫૫૦૦ ફોર્મનું વિતરણ થઈ ગયું છે જેની સામે ૧૫૦૦ જેટલા ફોરમ ભરાઇને પાછા આવ્યા છે. આ યોજના અંતર્ગત ૧૨૦૮ ફ્લેટ સરગાસણમાં , ૭૯૨ ફ્લેટ વાવોલમાં , અને ૧૦૦ ફ્લેટ પેથાપુરમાં બનવાના છે. આમ કુલ મળીને ૨૧૦૦ ફ્લેટનું આયોજન ગુડા દ્વારા કરવામાં આવ્યું છે. જેના ઓફલાઇન ફોર્મ લેવા તેમજ જમા કરાવવા માટે કૂડાસણ અને રાયસણની બે જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. આ ફોર્મ ભરીને જમા કરાવવાની છેલ્લી તારીખ ૩૦ જૂન હોવા છતાં પણ હજુ સુધી માત્ર ૧% જેટલા ફોર્મ જ ભરાઈને પરત આવ્યા છે. આ ઈઉજી -૧૧ ની સ્કીમમાં ૧૫,૫૦૦ ફોર્મનું ઓફલાઇન વિતરણ થયું છે અને ૧૧૧ ફોર્મ અત્યાર સુધી ઓનલાઈન ભરાઇ ગયા છે. આમ કુલ મળીને ૧૫૦૦ ઉપરાંતના ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.