અંબાલાલ પટેલની ડરામણી આગાહી: ગુજરાતમાં આકાશમાંથી વરસશે અગનગોળા, તાપમાન 45 ડિગ્રીને પાર જવાની શક્યતા!

Spread the love
ગુજરાતમાં અગનવર્ષા: અંબાલાલ પટેલની હીટવેવની ગંભીર ચેતવણી, જાણો ક્યારે મળશે ગરમીથી રાહ?

મે મહિનો શરૂ થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને ગરમ પવનોને કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ (IMD) બંનેએ આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો જવાની ભીતિ વ્યક્ત કરી છે.

 

અંબાલાલ પટેલની આગાહી: 44 ડિગ્રીને પાર જશે પારો

 

ગુજરાતના જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 12 મે સુધી રાજ્યના તમામ ઝોનમાં સખત ગરમી પડશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર વધુ રહેશે. અંબાલાલના મતે, આ ગરમી માત્ર જમીન પર જ નહીં પરંતુ વાતાવરણમાં રહેલા ભેજને કારણે બફારાનું સ્વરૂપ પણ ધારણ કરશે, જે નાગરિકો માટે ‘ટોર્ચ ર’ સમાન બની રહેશે.

 

જોકે, તેમણે એક રાહતના સમાચાર પણ આપ્યા છે. 15 મે બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. 12 મે થી બંગાળના ઉપસાગરમાં હલચલ તેજ થશે અને 15 થી 23 મે દરમિયાન ત્યાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે અને છૂટોછવાયો વરસાદ ગરમીમાંથી થોડી રાહ અપાવી શકે છે.

હવામાન વિભાગનું ‘યલો એલર્ટ’: આ શહેરોમાં સાવચેત રહેવું

 

હવામાન વિભાગે પણ 15 મે સુધી આકરી ગરમીની આગાહી કરતા અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની અસર વ્યાપક રહેશે.

 

ક્યાં જાહેર થયું એલર્ટ? રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૂર્યનો પ્રકોપ વધશે.

 

ગુજરાતના અન્ય ભાગો: ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા, મધ્ય ગુજરાતના વડોદરા અને દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.

 

સંઘ પ્રદેશ: દીવમાં પણ તાપમાન ઉંચુ રહેવાની શક્યતાને પગલે લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ છે.

 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ચાર દિવસમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. બપોરે 12 થી 4 દરમિયાન કામ વગર બહાર ન નીકળવા અને પુષ્કળ પાણી પીવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

દેશના અન્ય રાજ્યોની સ્થિતિ: રાજસ્થાન અને દિલ્હીમાં પણ હાહાકાર

 

ગરમીનું આ મોજું માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા ગરમી ફરી તેજ બની છે. પશ્ચિમ રાજસ્થાનના જેસલમેર, જોધપુર અને બાડમેરમાં હીટવેવની ચેતવણી અપાઈ છે. જોકે, ભરતપુર અને અલવર જેવા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાને લીધે ત્યાં થોડી મિશ્ર ઋતુ અનુભવાશે.

 

બીજી તરફ, દિલ્હી-એનસીઆરમાં પણ ગરમી વધી રહી છે. હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. આકાશ સ્વચ્છ રહેશે અને ગરમ પવનો (લૂ) ફૂંકાશે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે, જે આગામી સપ્તાહમાં વધીને 40 ને પાર કરી શકે છે.

ગરમીથી બચવા શું કરવું? (નિષ્ણાંતોની સલાહ)

 

આવી ભીષણ ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ડોક્ટરો અને હવામાન વિભાગે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે:

 

હાઈડ્રેશન: તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પાણી, ઓઆરએસ (ORS), છાશ કે લીંબુ શરબત પીતા રહેવું.

 

પોશાક: હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા. બહાર નીકળતી વખતે માથું ઢાંકવા માટે ટોપી કે રૂમાલનો ઉપયોગ કરવો.

 

બપોરનો સમય: બને ત્યાં સુધી બપોરે સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવું.

 

ખોરાક: વાસી ખોરાક ન ખાવો અને ફળોનો મહત્તમ ઉપયોગ કરવો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *