દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલના ભાવમાં 30 ટકાનો વધારો, ભારત પર પણ દબાણ

Spread the love
નવી દિલ્હી, તા.9 પશ્ચિમ એશિયામાં સંઘર્ષના કારણે દુનિયાભરમાં કાચા તેલની કિંમતોમાં 30 ટકાથી વધુનો વધારો થયો છે. જેને લઇને મોટા ભાગના દેશોએ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો કર્યો છે. આ વધારો 25-35 ટકા વચ્ચે થયો છે.

ભારતમાં હજુ સુધી પેટ્રોલ-ડીઝલ અને ઘરેલું એલપીજીની કિંમતમાં વધારો નથી થયો, પરંતુ જે પ્રકારે આ સંકટ યથાવત છે તેને લઇને સરકાર માટે આગળ પણ કાબૂ રાખવો સંભવ નહીં રહે.

એટલે એ અટકળો છે કે આગામી કેટલાક દિવસોમાં પેટ્રોલીયમ ઉત્પાદનોની કિંમતોમાં કેટલોક વધારો થઇ શકે છે.

 

પેટ્રોલીયમ ઉત્પાદનોના મામલામાં એક રાહતની વાત એ રહી કે ભારત લગભગ 41 દેશો પાસેથી તેની ખરીદી કરી રહ્યો છે. જે અલગ-અલગ માર્ગથી આવે છે. એક રિપોર્ટ મુજબ પશ્ચિમ એશિયા સંઘર્ષ બાદ સિંગાપોરમાં પેટ્રોલની કિંમતો 30 ટકા, નોર્વેમાં 24 ટકા, જર્મનીમાં 27 ટકા, ફ્રાન્સમાં 22 ટકા, સ્પેનમાં 34 ટકા, જાપાન અને સાઉથ કોરિયામાં 30 ટકા સુધી વધી છે.

 

રૂપિયામાં કિંમતો જોઇએ તો સિંગાપોરમાં એક લીટર 240 રૂપિયા, નેધરલેન્ડમાં 225, જર્મનીમાં 205 છે, જ્યારે ભારતમાં લાંબા સમયથી આ કિંમત 95 રૂપિયા પર સ્થિર છે.

 

ગત મહિને સરકારે પેટ્રોલ અને ડીઝલ પર દર લીટરે 10-10 રૂપિયા એકસાઇઝ ડ્યુટી ઓછો કર્યો હતો. આથી પેટ્રોલીયમ કંપનીઓને હળવી રાહત મળી હતી, પરંતુ આ કપાત છતાં એપ્રિલની આખર સુધી તેમની ખોટ 30 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી.

 

બીજી બાજુ એકસાઇઝ ડ્યુટીમાં કપાતથી સરકારને એપ્રિલના અંત સુધીમાં 35 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આમ છતાં સરકારને પેટ્રોલ પર લીટરે 24 રૂપિયા અને ડીઝલ પર 30 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

 

એલપીજી માટે અન્ય દેશોની ખરીદી શરૂ

એલપીજીની ખરીદી અરબ દેશોથી વધુ થતી હતી અને મોટા ભાગે સપ્લાય પણ હોર્મુઝના રસ્તેથી થતી હતી, જેને લઇને એલપીજીની ઉપલબ્ધતા ઘટી છે. જો કે હવે ભારતે અન્ય દેશોથીએલપીજીની ખરીદી શરૂ કરી દીધી છે.

 

જો કે લાંબો રૂટ અને માંગ વધવાથી ખરીદી ખર્ચ પણ વધ્યો છે. આમ છતાં સરકારે માત્ર વાણિજિયક ગ્રાહકો માટે જ કિંમત વધારી છે. ઘરેલું ગ્રાહકો પર બોજ નથી નાખ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *