Big decision of Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યના ન્યાયતંત્રમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ, સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કેડરમાં મોટાપાયે ફેરફારો અને બદલીઓના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ ન્યાયાધીશોએ આગામી 18 મેથી પોતાની નવી કોર્ટમાં હોદ્દો સંભાળવાનો રહેશે.
ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં મોટા ફેરફારો
ડિસ્ટ્રિક્ટ જજ કેડરની વાત કરીએ તો, સમગ્ર રાજ્યમાંથી કુલ 65 જજોની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે 51 નવા જજોની નિમણૂક પણ કરવામાં આવી છે, જેઓ સેશન્સ અને એડિશનલ સેશન્સ જજ તરીકે ફરજ બજાવશે. નોંધનીય છે કે, 55 જેટલા ડિસ્ટ્રિક્ટ જજ એવા છે જેમની એક જ કોર્ટમાં આંતરિક બદલી (Internal Transfer) કરવામાં આવી છે.
મુખ્ય જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ જજની આંતર-કોર્ટ બદલીની વિગત
ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં આંતર કોર્ટ બદલીમાં અમદાવાદમાં 5, આણંદમાં 2, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 2, ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 5, ખેડામાં 3, કચ્છમાં 5, મહેસાણામાં 3, મોરબીમાં 2, પંચમહાલમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 8, સુરેન્દ્રનગરમાં 2 અને વડોદરામાં 11 જેટલા જજીસનો સમાવેશ થાય છે.
સિવિલ જજ કેડરમાં 150થી વધુ બદલીઓ
સિવિલ જજ કેડરમાં પણ વ્યાપક ફેરફારો જોવા મળ્યા છે, જેમાં કુલ 153 જજોની બદલી કરવામાં આવી છે. આ યાદીમાં મોટાભાગના જજોની એક જ કોર્ટમાં આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 37 અને સુરેન્દ્રનગરમાં 16 જજોનો સમાવેશ થાય છે. ત્યારબાદ રાજકોટમાં 14 જજ, સુરતમાં 12 જજ અને કચ્છ, બનાસકાંઠા, આણંદ અને સાબરકાંઠામાં 4-4 જજની બદલી કરવામાં આવી છે.
સિવિલ જજ કેડરમાં 153 જજોની બદલી
સિવિલ જજ કેડરમાં 153 જજોની બદલી કરવામાં આવી છે. જેમાં એક જ કોર્ટમાં આંતરિક બદલી કરાઈ હોય તેવા જજીસમાં અમદાવાદમાં 37, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 2, કચ્છમાં 4, મહેસાણામાં 3, રાજકોટમાં 14, સુરતમાં 12, સુરેન્દ્રનગરમાં 16, છોટાઉદેપુરમાં 1, જામનગરમાં 2, જૂનાગઢમાં 1, ખેડામાં 2, નવસારીમાં 1, પંચમહાલમાં 2, સાબરકાંઠામાં 4, સુરેન્દ્રનગરમાં 1 અને વલસાડમાં 3 જેટલા સિવિલ જજનો સમાવેશ થાય છે.
રાજ્યમાં કુલ 125 જેટલા મેજિસ્ટ્રેટોની બદલી કરવામાં આવી છે. જેમાં એક જ કોર્ટમાં આંતરિક બદલીમાં અમદાવાદમાં 4, આણંદમાં 1, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 5, મહેસાણામાં 2, મોરબીમાં 1, પંચમહાલમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 5, સુરેન્દ્રનગરમાં 4, જૂનાગઢમાં 1 જેટલા મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે.
125 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટોની પણ બદલી
ન્યાયિક પ્રણાલીના પાયાના ગણાતા મેજિસ્ટ્રેટ સ્તરે પણ હાઇકોર્ટે ફેરફારો કર્યા છે. રાજ્યમાં કુલ 125 મેજિસ્ટ્રેટોની બદલી કરવામાં આવી છે. આંતરિક બદલીના કિસ્સામાં ગાંધીનગર અને રાજકોટમાં 5-5, જ્યારે અમદાવાદમાં 4 મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે. સુરતમાં પણ 5 મેજિસ્ટ્રેટની આંતરિક બદલી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ બદલી પામેલા તમામ ન્યાયાધીશોએ 18 મે સુધીમાં જે તે કોર્ટમાં રિપોર્ટ કરી પોતાનો ચાર્જ સંભાળી લેવાનો રહેશે. ઉનાળુ વેકેશન પૂર્વે લેવાયેલા આ નિર્ણયથી ન્યાયિક વહીવટમાં નવી ઊર્જા આવશે અને પેન્ડિંગ કેસોના નિકાલમાં ગતિ આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.