બંગાળની જીત બાદ હવે દક્ષિણ રાજ્યો તરફ ભાજપનો ફોક્સ

Spread the love
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ટીએમસીને સત્તામાંથી બેદખલ કરવા એટલે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ હતું. પરંતુ આમ છતાં ભાજપે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં આ કામ કરી બતાવ્યું. અરબ સાગરના કાંઠેથી 1980માં શરૂ થયેલી ભાજપની રાજકીય યાત્રા 46 વર્ષ બાદ ગંગાસાગર સુધી પહોંચી ગઈ. જો કે હિન્દ મહાસાગરના દરિયાકાંઠાવાળા રાજ્યો સુધી પહોંચવાનું તો હજું બાકી જ છે.

પાર્ટીનું આગામી એક દાયકાનું લક્ષ્‍યાંક ભારે ભરખમ છે કારણ કે ભાજપને તમામ સમુદ્રી સરહદોવાળા પ્રદેશોમાં સત્તા સુધી પહોંચવું છે. આ માટે પાર્ટી હવે પોતાના મિશન દક્ષિણ માટે બદલાયેલી રણનીતિ પર કામ કરશે.

 

આ દક્ષિણ ભારતીય રાજ્ય પર છે નજર

ભાજપનો હવે દક્ષિણ ભારતીય રાજ્યોમાં સત્તા સુધી પહોંચવાનો લક્ષ્‍યાંક છે. ભાજપની પહોંચથી દૂર રહેલું તેલંગણા હવે તેનો પહેલો લક્ષ્‍યાંક છે. ત્યારબાદ કેરળ અને તમિલનાડુની વ્યૂહ રચના પર કામ થશે. કર્ણાટકમાં તેમની હવે પછીની ચૂંટણીમાં વાપસીની અપેક્ષા છે.

 

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યાર પછી તરત જ અમિત શાહે ભાજપની કમાન સંભાળી હતી. તેમણે પોતાના પહેલા જ ભાષણમાં ભાજપનો પૂર્વોત્તરમાં વિસ્તાર અને કોરોમંડળમાં પહોંચનો વિશાળ રોડમેપ રજૂ કર્યો હતો. પૂર્વોત્તરથી કોંગ્રેસને સત્તામાંથી બહાર કર્યા બાદ અને પ્રમુખ પૂર્વી રાજ્યો બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પોતાના મુખ્યમંત્રી બનાવ્યા બાદ હવે તે અધૂરા મિશન દક્ષિણ તરફ આગળ વધી રહ્યો છે.

 

તેલંગણામાં ભાજપની જમીન તૈયાર

દક્ષિણ ભારતીય પાંચ રાજ્યોમાં ભાજપ હાલ આંધ્ર પ્રદેમાં તેલુગુદેશમ સાથે ગઠબંધન સરકારમાં છે. કર્ણાટકમાં અનેકવાર સરકાર બનાવી ચૂકેલી પાર્ટીને આગામી ચૂંટણીમાં ફરીથી સત્તામાં આવવાનો ભરોસો છે. બાકી ત્રણ રાજ્યો તેલંગણા, તમિલનાડુ અને કેરળ તેમના આગામી લક્ષ્‍ય છે. તેલંગણામાં ભાજપની જમીન તૈયાર થઈ ગઈ છે.

 

કેરળ અને તમિલનાડુ તેમના માટે સૌથી મુશ્કેલ રાજ્યોમાં સામેલ છે. સૂત્રો મુજબ ભાજપ તમિલનાડુમાં પશ્ચિમ બંગાળનો ફોર્મૂલા અપનાવશે અને પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે અન્નાદ્રમુકના અનેક પ્રમુખ નેતાઓને પોતાની સાથે લાવશે. અહીં હાલમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનેલા નાગેન્દ્રન પણ અન્નાદ્રમુકમાંથી આવ્યા છે.

 

ડાબેરી પક્ષોની જગ્યા લેવાની તૈયારી

કેરળ ભાપથી વધુ આરએસએસની મજબૂતાઈ માટે જાણીતું છે. આ વખતે ચૂંટણીમાં ભાજપે બદલાવવાળી ચૂંટણીમાં પોતાના માટે ત્રણ સીટ જીતીને તથા પાંચ સીટ પર બીજા નંબરે રહીને પોતાના ભાવિ અભિયાનની શરૂઆત કરી દીધી છે. સૂત્રો મુજબ ભાજપ ડાબેરી પક્ષોની હાર બાદ હવે તેનું સ્થાન પોતે મેળવવાની તૈયારીમાં છે. રાજ્યમાં હિન્દુ સમુદાયની વર્ષોથી પસંદ રહેલા ડાબેરી પક્ષોની જગ્યા હવે ભાજપ લેવાની તૈયારીમાં છે. ખ્રિસ્તિ સમુદાયમાં પણ ભાજપે પકડ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *