વડોદરાવાસીઓ માટે માઠા સમાચાર! PNG અને CNGના ભાવમાં થયો મોટો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

Spread the love
વડોદરાના નાગરિકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા PNG અને CNG ગેસના દરોમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસ અને ઈંધણના વધતા ભાવોની અસર હવે સ્થાનિક ગ્રાહકો પર પણ જોવા મળી રહી છે. કંપનીએ PNG ગેસના દરમાં પ્રતિ યુનિટ રૂ. 1.50નો વધારો કર્યો છે.

માસિક ખર્ચમાં વધારો

નવા દર મુજબ હવે ઘર સુધી પાઇપલાઇન મારફતે પહોંચાડવામાં આવતા PNG ગેસનો ભાવ વધીને રૂ. 57.74 પ્રતિ યુનિટ થયો છે. આ ભાવવધારાના કારણે વડોદરાના લાખો ઘરેલુ ગ્રાહકોને હવે વધુ ગેસ બિલ ચૂકવવું પડશે. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારોના માસિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

 

ગેસના દરોમાં વધારો

 

બીજી તરફ CNG ગેસના ભાવમાં પણ રૂ. 1નો વધારો કરવામાં આવ્યો છે. હવે વડોદરામાં CNGનો નવો ભાવ રૂ. 83.95 પ્રતિ કિલો થયો છે. ઓટો રિક્ષા, ટેક્સી તેમજ ખાનગી વાહનચાલકો માટે આ વધારો સીધી અસરકારક સાબિત થશે. પરિવહન ખર્ચ વધતા સામાન્ય લોકો પર પણ તેની અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે પાંચ મહિના પહેલા પણ VGL દ્વારા ગેસના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોના મતે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ઉભી થયેલી અનિશ્ચિતતાના કારણે કુદરતી ગેસના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે ભારત સહિત અનેક દેશોમાં ગેસ વિતરણ કંપનીઓ ગ્રાહકો પર વધારાનો બોજ મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *