એચ 1-બી વિઝા પર લઘુત્તમ વેતનમાં 30 ટકા વધારાનો પ્રસ્તાવ

Spread the love
અમેરિકી પ્રશાસન એચ 1-બી વિઝા કાર્યક્રમ હેઠળ વિદેશી કામદારોના લઘુત્તમ વેતનમાં સરેરાશ 30 ટકાનો વધારો કરવા જઈ રહ્યું છે. શ્રમ વિભાગનાં આ પગલાનો ઉદ્દેશ્ય અમેરિકી નાગરિકોના વેતન હિતોનું રક્ષણ કરવાનો અને વિદેશી વ્યાવસાયિકો દ્વારા ઓછા પગારે કામ કરાવવાની વૃત્તિને રોકવાનો છે.

પ્રશાસનનો તર્ક છે કે વર્તમાન વેતન માળખું 20 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું, જે આજનાં આર્થિક પરિદ્રશ્યમાં બંધબેસતું નથી.

હાલમાં જનતા 26 મે સુધી સરકારનાં આ પ્રસ્તાવ પર પોતાનો તર્ક જણાવી શકે છે, ત્યારબાદ અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

 

એન્ટ્રી લેવલના કર્મચારીઓ પર સૌથી વધુ અસર

નવા પ્રસ્તાવ હેઠળ સૌથી મોટો ફટકો એન્ટ્રી લેવલના કર્મચારીઓ પર પડશે, જેમના લઘુત્તમ વેતનમાં 33.39 ટકાનો મોટો વધારો સૂચિત છે. હવે શરૂઆતી સ્તરના પ્રોફેશનલ માટે લઘુત્તમ વેતન 73,279 ડોલરથી વધીને 97,746 ડોલર થઈ જશે. આ નિયમ માત્ર એચ 1-બી જ નહીં, પરંતુ એચ 1-બી 1, C-3 અને PERM લેબર પ્રોગ્રામ્સ પર પણ લાગું થશે.

 

વિરોધ અને સમર્થન

આ પ્રસ્તાવ પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં એક વર્ગ તેને સ્થાનિક રોજગાર સુરક્ષા માટે જરૂરી માની રહ્યો છે, ત્યાં બીજી તરફ ટેક કંપનીઓ અને નાના સ્ટાર્ટઅપ્સનો તર્ક છે કે વેતનમાં આટલા મોટા વધારાથી તેમનાં માટે નવી પ્રતિભાશાળી યુવાઓને નોકરી આપવી આર્થિક રીતે બોજ બની જશે.

 

ભારતીયો માટે નોકરી મેળવવી મુશ્કેલ બનશે

ભારતથી જતાં હજારો આઈટી પ્રોફેશનલ માટે હવે અમેરિકામાં નોકરી મેળવવી પડકારજનક બની શકે છે. કંપનીઓએ હવે દરેક કર્મચારી પર વધુ રોકાણ કરવું પડશે, જેના કારણે તેઓ માત્ર અત્યંત અનુભવી પ્રોફેશનલ્સને જ પ્રાથમિકતા આપી શકે છે.

 

એચ1-બી વીઝા :

 

વેતન સંરચનામાં ફેરફાર

લેવલ-I (એન્ટ્રી-લેવલ) : આ શ્રેણીમાં સૌથી વધુ 33.39 ટકાનો વધારો સૂચવાયો છે. જૂનું વેતન 73,279 હતું, જે વધારીને 97,746 કરવાનું પ્રસ્તાવિત છે.

 

લેવલ-II : આ સ્તરે વેતનમાં 24.47 ટકાનો વધારો જોવામાં આવ્યો છે. અહીં પગાર 98,987 થી વધીને 123,212 થઈ શકે છે.

 

લેવલ-III : આ શ્રેણીમાં 20.79 ટકાના વધારા સાથે વેતન 121,979 થી વધારીને 147,333 કરવાનો પ્રસ્તાવ છે.

 

લેવલ-IV (અનુભવી) : અનુભવી પ્રોફેશનલ્સ માટે વેતનમાં 21.68 ટકાનો વધારો સૂચવાયો છે, જેનાથી તેમનો પગાર 144,202થી વધીને 175,464 થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *