ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ બાદ ચુસ્ત પણે પાલન શરૂ થઈ ગયું હોય તેમ મેયર મીરાબેન પટેલ પોતે મેટ્રોની મુસાફરી કરી હતી, ત્યારે મેટ્રોમાં બેસીને જે ખીલખિલાટ હસી રહ્યા છે તે મજા ગમે તેવી મોંઘી દાટ ફોરવીલ વાહનમાં પણ નહીં આવતી હોય, અને પબ્લિક સાથે ડ્રીલીંગ પણ થઈ જાય, બેન નો હસતો ચહેરો સ્પષ્ટ દેખાઈ આવે છે કે મેટ્રોમાં મજા આવી ગઈ, આજે દેશમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ થી લઈને વીજળી બચાવવા સુધી દરેક વ્યક્તિ પ્રયત્નશીલ છે, ત્યારે મેયર દ્વારા એક સારી પહેલ કહી શકાય, મેયર થી લઈને મોટા હોદ્દેદારોને નોકર ચાકર ગાડી બંગલા બધું જ હોવા છતાં એક સાદી લાઈફ જીવવાની જે મજા છે અને પૈસો બચાવવા નહીં પણ દેશનું અર્થતંત્રને જે હાલ મંદીમાં ચાલી રહ્યું છે તેને ધક્કો મારવા તમામે આગળ આવવાની જરૂર છે, કોઈ ટ્રાફિક નડે નહીં અને ફક્ત રાયસણ થી સચિવાલય 10 રૂપિયામાં આવી જવાય, પબ્લિક સાથે ચર્ચા કરાય, ત્યારે તસવીરમાં દેખાય છે તે મહિલા મેયર મીરાબેન પટેલ છે, બાકી હમણાં પૂર્વ ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર (ભામાશા) પોતે પણ મેટ્રોમાં મુસાફરી કરી હતી, અમદાવાદ થી ગાંધીનગર પોતે ઓફિસે જાય એટલે મેટ્રોમાં મુસાફરી કરે છે, ત્યારે મેયર મીરાબેન દ્વારા દરેક નાગરિકો સાથે ચર્ચા વિચારણા કરી હતી, બાકી મેટ્રોની મજા જે માણી તે ખુશી જોઈ શકાય છે
બાકી વિદેશમાં જતા હોય તેવી ખુશી મેયર મેળવી રહ્યા છે, પણ હવે વિદેશ નહીં આપણું ભારત જ લાર્જેસ્ટ રહેવાનું છે, ફરવા જવું કે ગમે ત્યાં ભારત સિવાય કોઈ વાત નહીં, દેશ આપણો પહેલા, દેશનો પૈસો દેશમાં રહે અને ઊર્જા પેટ્રોલ ડીઝલ બચાવવા તમામ આગળ આવે તેવી પહેલ સાથે મીરા પટેલની મેટ્રોની બેટિંગ..